ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2008 (17:05 IST)

બેંગલુરૂના બ્લાસ્ટમાં દેશી બોમ્બ

બેંગલુરૂ પોલીસ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનાં અધિકારીઓએ !શુક્રવારે થયેલા બ્લાસ્ટની કડી મેળવવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ઉપયોગમાં લેવાયેલ બોમ્બ સ્થાનિક બનાવટનાં હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારે બેંગલુરૂમાંથી એક બોમ્બ મળી આવ્યો હતો, જેને ડીફ્યુઝ કરાતાં એફએસએલને તેની બનાવટ જાણવા મળી હતી. જેને કોરામંગલા વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યા હોવાનું મનાય છે.

બોમ્બ ડેટા સેન્ટરનાં નિષ્ણાંતોએ બેંગલુરૂમાં મુકાયેલા બોમ્બ ઓછી તીવ્રતા ધરાવતો હતો. તેમજ તેને ઉતાવળમાં મુકી દેવાયો હતો. આ બોમ્બ સ્થાનિક બજારમાં મળતી વસ્તુ વડે બનાવવામાં આવ્યો છે.

આ બોમ્બ બનાવવામાં એમોનીયમ નાઈટ્રેટ અને પેટ્રોલનાં મિશ્રણથી બનાવવામાં આવ્યા હતાં. તેમજ તેની સાથે છરા અને નટ બોલ્ટ લગાવવામાં આવ્યા હતા. જેથી લો ઈન્ટેનસિટી બોમ્બ હોવા છતાં વધુ લોકોની જાનહાની કરી શકાય.