રાજ્યને છિન્ન ભિન્ન કરવાનું કાવતરૂ
અમદાવાદ. ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બેંગલુરૂ બ્લાસ્ટ બાદ અમદાવાદ બ્લાસ્ટને વખોડી કાઢ્યો હતો. તેમણે ભોગ બનેલી વ્યકિતઓનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી આ કૃત્યને રાજ્યની સમૃધ્ધિને છિન્ન ભિન્ન કરવાના કાવતરા સાથે સરખાવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે સીરીયલ બ્લાસ્ટને આતંકવાદીઓની માનવતાહીન ઘટના સાથે સરખાવી હતી. આ દુષ્કૃત્યને તેમણે કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. આ કપરા સમયે રાજ્યની જનતાને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા નાગરિકોને અપીલ કરી હતી. અને, પોલીસને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવા અપીલ કરી હતી. રાજ્ય સરકારે આતંકવાદીઓની મેલી મુરાદ બર આવવાની નથી, અને, તેમાં સંડોવાયેલા લોકો સામે કડક હાથે કામ કરશે તેવી પ્રતિબધ્ધતા જાહેર કરી હતી.