અમદાવાદમાં ભગવાન જગદીશના મામેરાનો લહાવો મોસાળિયાને ૧૪૦ વર્ષે મળ્યો

બુધવાર, 21 જૂન 2017 (16:21 IST)

Widgets Magazine
rathyatra


અમદાવાદમાં ભગવાન જગદીશની રથયાત્રા નજીક આવી રહી છે. હાલમાં ભગવાન, ભ્રાતા અને બહેન મોસાળમાં છે ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરના રહીશને જ ૧૪૦ વર્ષે પ્રથમવાર મામેરુ કરવાનું નસીબ થયું છે. મામેરામાં ભગવાનના વાઘા-રત્નજડિત મુગટ સહિત સુભદ્રાજીના તમામ શણગાર ભેટસોગાદરૂપે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. સરસપુરના બાબુભાઈ માવાવાળાને લહાવો મળતાં સમગ્ર સરસપુરમાં ઉજવણીનો માહોલ છે. મંગળવારે જે મામેરું થયું તે અંદાજે ૨૦થી ૨૫ લાખનું છે. ૨૦૧૫માં એક ભક્તે ૫૧ લાખનું મામેરું કર્યું હતું. ઉલ્લેખનીય છે, ભાણેજોના મામેરા માટે ૨૦ વર્ષ સુધી વેઇટિંગ  લીસ્ટ છે. એટલે કે 20 વર્ષ સુધી મામેરાનું બુકિંગ થઇ ગયું છે.

બાબુભાઈએ જણાવ્યું હતું કે અમે એક વર્ષથી આ પ્રસંગ માટે તૈયારી કરી રહ્યા હતા. અને ભ્રાતા બલભદ્રને પારંપરિક મામેરું અર્પણ કરાયું હતુ. જોકે, બહેન સુભદ્રા માટે વિશેષ મામેરું તૈયાર કરાયું હતું. તેમને માતા પાર્વતીના શણગારથી માંડીને તમામ ચીજો અર્પણ કરવામાં આવી હતી. જે ચીજવસ્તુઓની પસંદગી કરવામાં આવી તે ઉત્કૃષ્ટ છે. તેમની નથણી અને ચાંદીનાં પાયલ, જ્વેલરી બેંગોલી ડિઝાઈનની બનાવાઇ હતી. કચ્છ અને સુરતથી કાપડ લાવીને બંધુઓના વાઘા તૈયાર કરાયા છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

યોગ દિવસે અમદાવાદમાં નોંધાયા આ રેકોર્ડ

એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ દ્વારા યોગનો વર્લ્ડ રેકોર્ડ:અમદાવાદના એઇએસ ગ્રાઉન્ડમાં એક ...

news

OMG! સ્વિમસૂટ પર શૉક્ડ ટ્રંપ... વાયરલ થઈ આ તસ્વીર

સમૃદ્ર પર જનારા લોકો માટે કૈલિફોર્નિયાની એક કંપની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપનો આશ્ચર્યચકિત ...

news

હિમાલયા મોલમાંથી ફરાર સાઘ્વી જયશ્રીગીરી રાજસ્થાનમાંથી ઝડપાઈ

14 જૂનના રોજ હિમાલયા મોલમાંથી ફરાર થઈ ગયેલી સાધ્વી જયશ્રીગીરી નાથદ્વારા-ઉદેપુર હાઈવે પરના ...

news

આ નેતાઓને નહીં ઓળખો તો સમજો નોકરી ગઈ - ગાંધીનગરમાં પોસ્ટર લાગ્યાં

થોડા દિવસો પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત દરમિયાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine