શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : ગુરુવાર, 4 જુલાઈ 2019 (17:18 IST)

અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા LIVE - મામેરુ પત્યા પછી ભગવાનને વિદાય, નિજ મંદિર તરફ જગન્નાથનુ પ્રયાણ

અમદાવાદ રથયાત્રા - આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ વરસાદ વરસતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ રથયાત્રા LIVE UPDATES : 
- ભગવાનના રથ કાલુપુર બ્રિજ પહોંચી ગયા છે. જ્યારે ગજરાજ રંગીલા ચોક પહોંચ્યા છે.
- મામેરુ પત્યા પછી ભગવાનને વિદાય, નિજ મંદિર તરફ જગન્નાથનુ પ્રયાણ 
- ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા રથયાત્રાના રંગે રંગાયા. ઈડરમાં નિકળેલી રથયાત્રામાં હિતુ કનોડિયાએ કરી તલવાર બાજી કરી હતી
- ભગવાન જગન્નાથ મામાને ઘેર પધાર્યા, સરસપુરમાં થયુ ઉમળકાભેર સ્વાગત 

- ભગવાન જગન્નાથજીનો આશીર્વાદ સદાય ગુજરાત પર રહેશે - વિજય રૂપાણી
- શહેરના 18 કિલોમીટર વિસ્તારમાં ફરી રહી છે રથયાત્રા 
- રથયાત્રા માટે કરાયો છે 1.5 કરોડનો વીમો  
- જુદા જુદા 30 અખાડાઓએ જમાવ્યુ આકર્ષણ 
- ભગવાન જગન્નાથજી સુભદ્રા અને બલરામ નગરચર્યાએ 
-ભગવાન જગન્નાથની 142મી ભવ્ય રથયાત્રા 
- 15 હાથી અને 101 ટ્રક પણ રથયાત્રામાં જોડાયા 
- 3 હજાર કિલો મગ અને 500 કિલો જાંબુનો પ્રસાદ 
- ગજરાજ થોડીવારમાં સરસપુર પહોંચશે 
- ગજરાજ કાલુપુર પહોંચ્યા


-  રાયપુર ચકલાથી કાલુપુર પહોંચ્યા ગજરાજ અને રથ ખમાસા પહોંચ્યા
-ભગવાન જગન્નાથના ત્રણેય રથ કોર્પોરેશનની ઓફિસ પહોંચ્યા છે. ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
 રથયાત્રાના પ્રારંભે મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ જતા સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- રથયાત્રાના સમગ્ર રૂટનું AMC કન્ટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે.
- 94 CCTV કેમેરા મારફતે રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે.
- રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખવા અત્યાધુનિક 94 કેમેરા લગાવવામાં આવ્યા છે.
- તમામ 94 CCTV કેમેરા મુવેબલ હોવાથી ચારેય દિશામાં મુવ કરીને ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.
- અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 સેન્ટરો પર રથયાત્રાનું મોનિટરિંગ થઈ રહ્યું છે.
-AMC કંટ્રોલ રૂમ, શાહીબાગ પોલીસ હેડ કવાર્ટર, તંબુ ચોકી, CM હાઉસ, એનેકસી-અમદાવાદ અને DGP - ઓફિસ-ગાંધીનગર ખાતેથી મોનિટરીંગ પણ થઈ રહ્યું છે. 
- ટ્રકનો કાફલો કાલુપુર સર્કલ પહોંચ્યો
- ભજનમંડળીઓ એએમસી કોર્પોરેશન પહોંચી
-ત્રણેય રથો પહોંચ્યા ખમાસા, ભક્તોમાં અનોથો ઉત્સાહ
-અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાંથી પણ નીકળી રથયાત્રા


-રથયાત્રામાં ગજરાજ કરી રહ્યા છે આગેવાની  
- અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગરમાં પણ નીકળી રથયાત્રા
- 142મી રથયાત્રામાં 16 હાથી, 101 ટ્રક, 30 અખાડા સાથે જગન્નાથ નીકળ્યાં નગરચર્યાએ
- સીએમ રૂપાણી અને ડેપ્યૂટી સીએમે ત્રીજી વખત સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી
-મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો.
- CM વિજય રૂપાણીએ કરી પહિંદવિધિ, રથયાત્રાનું થયું પ્રસ્થાન
-ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન 
-રથયાત્રા પૂર્વે શહેરમાં અમી છાંટણાં
-અમી છાંટણાં થતા ભક્તોમાં ખુશીનો માહોલ
- શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ
- વસ્ત્રાપુર, રાયપુર, જમાલપુરમાં ઝરમર વરસાદ
- ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. 
- રથયાત્રા દરમિયાન અમી છાંટણા થતા ચારેકોર હર્ષોલ્લાસ જોવા મળ્યો. 
- અમિત શાહે  તેમના ધર્મપત્ની સાથે ભગવાન જગન્નાથની આરતી કરી...
-ભગવાન જગન્નાથની  યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી  લેવામાં આવી છે. રથયાત્રાને લઇને સુરક્ષામાં કોઇ કમી રાખવામાં આવનાર નથી.
-રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી 
- હજારો લોકોને રાજ્યભરમાં પહેલાથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે 
- રાજ્યમાં કુલ 164 સ્થળથી રથયાત્રા નિકળનાર છે 
- રથયાત્રમાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાશે
- 30000 કિલો મગ, 500 કિલો જાબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને બદામ પ્રસાદ શ્રદ્ધાળુઓ માટે રહેશે 
- બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવનાર છે