1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 23 જૂન 2020 (12:02 IST)

જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં થઈ રહી છે ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી છે. રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે સવારે 4 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં જ 7 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.  બીજી બાજુ ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે ભવ્ય રથયાત્રા યોજાય છે, તેના સ્થાને સોશીયલ ડિસ્ટન્સ જાળવી રાખી મંદિરના પ્રાંગણમાં જ સાદગીથી રથયાત્રા કાઢી ભાવના વ્યક્ત કરશે. જેની તૈયારીરૂપ સોમવારે સાંજે ભગવાનનો રથ શણગારવામાં આવ્યો હતો. સુખદેવ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે, મુખ્ય રઠંદિરમાં પ્રદક્ષિણા પણ ન કરી શકે, તેથી નાના વાહન પર વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યે મંદિરના પરિસરમાં સંતો અને મર્યાદિત હરિભક્તો રથયાત્રા ફેરવશે. આ સાથે જાંબુત્સવ પણ ઉજવાશે જે દસ વાગ્યા બાદ હરિભક્તોને વિતરિત કરાશે.