CM રૂપાણીની હાજરીમાં જ જગન્નાથ મંદિરનાં મહંતે રથ પર ત્રણ લોકોને થપ્પડ મારી

rath yatra
Last Modified સોમવાર, 26 જૂન 2017 (14:59 IST)

શહેરમાં આયોજીત ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની શરુઆત કરાવવા દરમિયાન જ જગન્નાથજીના રથ પર એકત્ર થયેલી ભીડથી મહંત દિલીપદાસજી ગુસ્સે ભરાયા હતાં અને મુખ્યમંત્રી રૂપાણી સહિત મંત્રીઓની હાજરીમાં જ રથ પર સવાર ત્રણ લોકોને લાફા ઝીંકી દીધા હતાં. આ સમગ્ર ઘટના ત્યા શૂટિંગ કરી રહેલા મીડિયાના કેમેરામાં કેદ થઇ હતી. રવિવારે સવારે વિજય રૂપાણી સાથે મંત્રી મંડળના સભ્યો ઉપરાંત ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઘનરાજ નથવાણી ભગવાન જગન્નાથની અમદાવાદ ખાતે યોજાનારી 140મી રથયાત્રામાં ભાગ લેવા મંદિર આવી પહોંચ્યા હતાં. ત્યાર બાદ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી સહિત તમામ મહાનુભાવો ભગવાનના રથ ઉપર પુજા કરવા માટે પહોંચ્યા હતા. જેના કારણે રથ ઉપર એકદમ ભીડ વધી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ ગુસ્સે થઈ ગયા હતાં. જો કે તેઓ પોતાનો ગુસ્સો મહાનુભાવો ઉપર તો ઉતારી શકે તેમ ન્હોતા, તેના કારણે તેમને રથની જવાબદારી સંભાળતા ત્રણ વ્યકિઓને રથ ઉપર ચઢી લાફા ઝીંકી નીચે ઉતારી દીધા હતાં. આ સમગ્ર ઘટના મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજર સામે અને હાજરીમાં જ બની હતી. ત વર્ષની સરખામણીમાં પોલીસ વધારે હોવા છતાં વ્યવસ્થાનો અભાવ હતો. વૃધ્ધોને ખુબ દુરથી ચાલતા આવુ પડતુ હતું કારણ પોલીસે સામાન્ય માણસોના વાહન માટે રસ્તાઓ બંધ કરી દીધા હતાં.


આ પણ વાંચો :