અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ સેવા શરુ, પ્રથમ ફ્લાઈટ પુણે રવાના થઈ
ગુજરાતમાં લૉકડાઉન બાદ આખરે હવાઈ સેવાઓ ફરીથી નિયમો સાથે શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લૉકડાઉનના 61 દિવસ બાદ આજથી જ ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ થઈ ગઈ છે. આ દરમિયાન યાત્રા શરુ કરવાની ગાઈડલાઈનનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર આજથી ફલાઇટ શરૂ થઈ છે જેમાં સવારે 4 વાગ્યે અમદાવાદની પુણેની ફ્લાઇટ રવાના થઈ હતી. એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટનસ, ફરજિયાત માસ્ક અને ગાઈડલાઈન મુજબ પેસેન્જરોને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે પણ પ્રવાસી આવે તેનું થર્મલ ચેકીંગ કર્યા બાદ જ તેને એરપોર્ટમાં અંદર પ્રવેશ આપવામાં આવે છે. આજથી 50 જેટલી ફ્લાઇટ્સની અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર શરૂ થઈ છે.