1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (17:08 IST)

અમદાવાદના કન્ટેન્મેન્ટ વિસ્તારમાં કિલ્લેબંધ સુરક્ષા ગોઠવવામાં આવીઃ રાજ્ય પોલીસ વડા

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં અને બહાર ફેલાય નહીં તે માટે સમગ્ર રાજ્યમાં પુરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદના કન્ટેન્ટમેન્ટ એરિયામાં સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરાયો છે. જેથી કન્ટેન્ટમેન્ટ એરિયાની સુરક્ષા માટે હવે હવે પેરા મિલેટ્રીની વધારાની કંપનીઓ તેનાત કરાશે. કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલેટ્રીની વધુ સાત કંપની ફાળવવામાં આવી છે. જેમાંથી 6 બીએસએફ અને એક સીઆઇએસએફનો  સમાવેશ થાય છે. જે પૈકી 4 બીએસએફ કંપની કન્ટેન્ટમેન્ટ એરિયાની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. એક કંપની આરએએફ પણ તેનાત કરવામાં આવશે. આમ અગાઉ ફાળવવામાં આવેલી પેરા મિલેટ્રીની ત્રણ કંપનીઓ અને હાલમાં ફાળવવામાં આવેલી પાંચ કંપનીઓ થઇને કુલ 8 કંપની અમદાવાદ શહેરના કન્ટેન્મેન્ટ એરિયા આસપાસ અભેદ કિલ્લા સાથેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.