1. ગુજરાત સમાચાર
  2. મારુ ગુજરાત
  3. અમદાવાદ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 ઑગસ્ટ 2024 (18:40 IST)

કિન્નરનો વેશ ધારણ કરી ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના નામે ડરાવતો, વિધીના નામે દાગીના લૂંટતો શખ્સ ઝડપાયો

Ahmedabad crime news
ss
ગુજરાતમાં નકલી કિન્નરો ભિક્ષા વૃત્તી કરતાં અનેક વખતે પકડાય છે. લોકોના ઘરમાં માસીબા બનીને ઘૂસી જાય છે અને ઘરમાં મેલી વિદ્યા છે એમ કહી વિધિ કરવાના બહાને સોનાના દાગીનાની લૂંટ ચલાવે છે. ત્યારે અમદાવાદમાં વેશ પલટો કરીને લોકોના ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના નામે ડરાવી સોનાના દાગીનાની ચોરી કરતાં એક ઈસમને પોલીસે પકડી પાડ્યો છે. 
 
અમદાવાદમાં 53500ની લૂંટ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 15મી માર્ચે ફરિયાદીના ઘરે એક માસીબા આવ્યા હતાં. તેણે ઘરમાં મેલી વિદ્યા કરેલી છે એમ કહીને વિધિ કરવા કહ્યું હતું. આ માસીબાએ ફરિયાદીએ ગળામાં પહેરેલી સોનાની 9 ગ્રામની 50 હજાર રૂપિયાની કિંમતની ચેઈન અને રોકડા 3500 રૂપિયા એક કપડામાં મુકાવ્યા હતાં. આ ચેઈન અને પૈસા વિધિ પત્યા બાદ પરત આપવાનો વિશ્વાસ અપાવ્યા બાદ ઘરમાં વિધિ કરીને મેલુ ઘરની નજીકના ચાર રસ્તે નાંખવા જવાનું કહ્યું હતું. માસીબાએ ફરિયાદીને પાર્કિંગમાં ઉભા રાખ્યા હતાં. ત્યાર બાદ માસીબા ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. 
 
પોલીસે આરોપીને રાજકોટથી ઝડપ્યો
આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાને શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસે ગુનાના સ્થળ તેમજ આસપાસના એરિયાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, તે બાતમીને આધારે આરોપી જીતુ પરમાર મુળ વતન પડધરી રાજકોટનો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેને પડધરી ખાતેથી ઝડપી લઈ 47500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપી અગાઉ સાબરમતિ પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશન તથા નાગપુરમાં આ પ્રકારના ગુના હેઠળ ઝડપાયેલો છે.