અમદાવાદમાં નવા કેસ ઓછા થયાં અને ડિસ્ચાર્જ વધ્યાં

Last Modified શનિવાર, 23 મે 2020 (15:30 IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા છે.
મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય છે. 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 26માંથી 10નાં મોત માત્ર કોરોના વાઈરસના કારણે તેમજ 16ને કોરોના ઉપરાંત મલ્ટિપલ બીમારી હતી. શહેરમાં માત્ર એક દિવસ માટે કેસનો આંકડો 250થી નીચે ગયો હતો.આ પણ વાંચો :