સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (10:30 IST)

ગુજરાત સરકાર 57 હજાર યુવાનોને નોકરી આપવા ભરતીમેળો યોજશે

ગુજરાત સરકાર
અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 30 જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ કૉમર્સ કૉલેજોના સ્નાતક વિદ્યાર્થીઓ માટે 'મેગાજોબ ફૅર' યોજાશે.
અહેવાલ પ્રમાણે આ જોબ ફેરમાં કુલ 3,883 કંપનીઓ ભાગ લેશે.
 
અખબારના જણાવ્યા અનુસાર બેરોજગારીને કારણે મુશ્કેલીમાં સપડાયેલી ગુજરાત સરકાર યુવાનોના આક્રોશને ઠંડો પાડવા માટે મથી રહી છે.
 
નોંધનીય છે કે ગત વર્ષે બેરોજગારીની વિકટ સમસ્યા તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે યુવાનોએ પોતાના નામની આગળ 'બેરોજગાર' શબ્દ જોડીને સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કર્યું હતું.