મંગળવાર, 4 માર્ચ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (11:06 IST)

કાલે ચાની કીટલી આજે પાનના ગલ્લા- અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઉંચકતા આ વિસ્તારમાં આજથી પાનના ગલ્લા બંધ

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા બોપલ એરિયામાં મોટાભાગના વિસ્તારોમાં પાનના ગલ્લાં બંધ જોવા મળ્યા છે. ગુટખા અને પાનમસાલાના શોખીનો આજે સવારથી આમ તેમ ગલ્લાંઓ શોધતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે.  બોપલ-ઘુમા ખાતે પાનના ગલ્લા પર માસ્ક વિનાના લોકો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ થતો હોય ત્યાં તંત્રએ કાર્યવાહી કરી છે. અગાઉ મહાપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બોપલમાં આઠ પાનના ગલ્લા સીલ કરાયા હતા. ત્યારબાદ બોપલના પાન પાર્લર ધારકો પાનપાર્લર ફરજિયાત પણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ચાની કિટલીઓ અને સ્ટોલ્સ ઉપર ચાની ચુસ્કીઓ મારવા ટોળામાં એકઠા થતા લોકો માસ્ક નહીં પહેરતા હોવાથી તેમજ એકબીજા વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેના સંદર્ભમાં આજે મ્યુનિ.ના સોલીડ વેસ્ટ ખાતાની ૧૨૨ ટીમોએ પોલીસને સાથે રાખીને પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરતા ટપોટપ સ્વયંભૂ રીતે ૧૧૨૪થી વધુ કિટલીઓ અને સ્ટોલ્સ બંધ થઈ ગયા હતા.
 
બોપલ વિસ્તારમાં કોર્પોરેશનની પ્રથમ ડ્રાઈવ કરાઈ હતી. જેમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર મોટા પ્રમાણમાં લોકો દેખાતા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં લોકો માસ્ક ન પહેરતા, જાહેરમાં થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.