મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 મે 2020 (15:51 IST)

SVPમાં 300 ડોક્ટરને બે ટીમમાં વહેંચી દેવાયા, એક ટીમ 7 દિવસ ઓન ફ્લોર

એસવીપી હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડો. અમી પરીખના જણાવ્યા અનુસાર એસવીપીમાં રેસિડન્ટ ડોક્ટરો અને સ્ટાફ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક ટીમ સતત 7 દિવસ ઓન ફ્લોર અને એ પછીના 7 દિવસ ઓફ ફ્લોર કામ કરે છે. ઓન ફ્લોર હોય ત્યારે 8 કલાકની આકરી ડ્યૂટી અને કોવિડના દર્દીઓ સાથે સીધો સંપર્ક હોય છે. આપણે ત્યાં આઈસીયુ માટે ટ્રેઈન થયેલો સ્ટાફ જોઈએ તેટલા પ્રમાણમાં નથી એટલે બધો બોજ ડોક્ટરો પર હોય છે. વળી આપણે ત્યાં પેશન્ટ-ડોક્ટરના રેશિયો જેવું પણ કંઈ નથી.  સાત દિવસ ઓન ફ્લોર ડ્યૂટી પછીના સાત દિવસ ડિસિશન મેકિંગ ટીમમાં કામ કરવાનું હોય છે. અત્યારે તો એસવીપીના ગાયનેક, ઓર્થો, સર્જરી સહિતના તમામ વિભાગના ડોક્ટર કોવિડ સંબંધિત કામગીરીમાં મદદ કરે છે. હોસ્પિટલના 300થી 320 ડોક્ટરોને બે ટીમમાં વહેંચી દેવાયા છે. એક ટીમ ઓન ફ્લોર હોય ત્યારે બીજી ટીમ મોનિટરિંગનું કામ કરે છે. એસવીપીમાં આવું સંકલન પહેલી વખત જોવા મળ્યું છે. કોઈ પણ સમયે 6 સિનિયર ડોક્ટરની ટીમ હાજર હોય છે. વધારામાં પીપીઈ કિટથી ગરમી કળાવનારી બની જાય છે. આ કિટથી એટલો બધો પરસેવો થતો હોય છે કે ડોક્ટરોએ સતત રીહાઈડ્રેટ રહેવું પડે છે. ફિઝિકલ સ્ટ્રેસ પણ થકવી નાખનારો હોય છે. અમે અત્યાર સુધી એચવનએનવન, કોંગો ફિવરના વાવરમાં કામ કર્યું છે, પણ આ વખતે આફત કંઈક જુદી જ છે. પણ એકવાર દર્દી સાજો થઈને હસતો હસતો ઘરે જાય એટલે બાકીનું બધું ભૂલી જવાય છે.