સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : બુધવાર, 24 એપ્રિલ 2019 (11:33 IST)

Akshaya Tritiya - આ ઉપાયોથી લગ્નમાં આવી રહેલ પરેશાની દૂર થઈ જશે

અક્ષય તૃતીયા 28 એપ્રિલના રોજ આવી રહી છે. તેને વણજોયુ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે કોઈપણ કાર્ય મુહૂર્ત જોયા વગર પણ કરી શકાય છે. 
 
જ્યોતિષ મુજબ મંગલ, શનિ અને ગુરૂ લગ્નમાં મોડુ થવાનુ કારણ હોય છે. વ્યક્તિની જન્મ કુંડળીમાં સાતમા સ્થાન પર જીવનસાથી હોય છે અને જો આ સ્થાન પર ગુરૂ છે તો એ વ્યક્તિનો વિવાહ 30 વર્ષની આયુ પછી થાય છે. જો વ્યક્તિના લગ્ન પહેલા થાય છે તો તે લગ્ન લાંબો સમય સુધી ટકતા નથી. આ દિવસે તમે કેટલક ઉપાય કરીને લગ્નમાં આવી રહેલ અવરોધને દૂર કરી શકો છો. 
 
1. અખાત્રીજના દિવસે તમારા હાથમાં નારિયળ લો. તેને લઈને તમે તમારુ નામ ગૌત્ર બોલીને પીપળની સાત પરિક્રમા કરીને ત્યા નારિયળ મુકી દો. તેનાથી વિવાહમાં આવી રહેલ બધા અવરોધો દૂર થઈ જશે. 
 
2. અખાત્રીજાના દિવસે તમે શિવાલયમાં માટીના માટલાનું દાન કરો અને શિવ-પાર્વતીનો રૂદ્રાભિષેક કરો. 
 
3. અખાત્રીજના દિવસે તમે મંગળ, શનિ, ગુરૂનુ દાન પૂજન અને અભિષેક કરો.