બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. એશિયા કપ 2022
Written By
Last Updated : સોમવાર, 22 ઑગસ્ટ 2022 (13:59 IST)

Asia Cup 2022 Schedule : 27 ઓગસ્ટથી રમાશે એશિયા કપ, આ તારીખે ભારત vs પાકિસ્તાન વચ્ચે થશે મહામુકાબલો

Asia Cup 2022 Schedule IND vs PAK : એશિયા કપ 2022નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા એશિયા ક્રિકેટ કાઉન્સિલે સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે, આ દિવસે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ વખતે એશિયા કપ યુએઈમાં રમાશે.  આ પછી બીજા દિવસે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ મેચ રમાશે. 28 ઓગસ્ટ, રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચ દુબઈમાં પણ રમાશે. ત્રીજી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. એશિયા કપ 2022ની ત્રણેય મેચો દુબઈ અને શારજાહમાં રમાશે. એશિયા કપની ફાઈનલ તમામ લીગ મેચો બાદ 11 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાશે.
 
भारतीय समय के अनुसार साढ़े सात बजे शुरू होंगे मैच 
ભારતીય સમય મુજબ સાડા સાત વાગ્યે શરૂ થશે મેચ 
એશિયા કપ 2022નુ આયોજન શ્રીલંકામાં થવાનુ હતુ, પણ શ્રીલંકા હાલ સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે અને ક્રિકેટ શ્રીલંકાએ આનુ આયોજન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ એલાન કરવામાં આવ્યુ કે એશિયા કપનુ આયોજન યુએઈમાં કરવામાં આવશે. ત્યારબાદથી સતત સંપૂર્ણ શેડ્યુલની રાહ જોવા રહી હતી. જે હવે સામે આવી છે. ભારતીય સમય મુજબ બધી મેચ સાંજે સાઢા સાત વાગ્યાથી રમાશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે મહામુકાબલો પણ એશિયા કપના બીજા દિવસે થશે.  જેની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી. 
 
T20 વર્લ્ડ કપ 2021 પછી ભારત અને પાકિસ્તાનની મેચ
ભારત અને પાકિસ્તાનની ટીમો આ પહેલા 2021 T20 વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી, જેમાં ભારતીય ટીમને દસ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ હવે બંને ટીમો ફરી એક બીજા સાથે ટક્કર માટે તૈયાર થશે. ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને ત્યાં પાંચ મેચોની શ્રેણી રમાઈ રહી છે. આ સીરીઝ બાદ ભારતીય ટીમ ટી20 મેચ માટે આ જ પાકિસ્તાનવાળી મેચમાં પ્રવેશ કરશે. એશિયા કપમાં હવે આરામ કરી રહેલા ખેલાડીઓની વાપસી પણ જોવા મળશે. એશિયા કપમાં ભારત તરફથી સૌથી મજબૂત ટીમ જાય તેવી શક્યતા છે. આ માટે ટીમ ઈન્ડિયાની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
 
જાણી લો એશિયા કપ 2022નું સંપૂર્ણ શેડ્યૂલ
 
27 ઓગસ્ટ: શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન: દુબઈ
 
28 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ પાકિસ્તાન: દુબઈ
 
30 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન: શારજાહ
 
31 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ ક્વોલિફાયર: દુબઈ
 
સપ્ટેમ્બર 1: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ: દુબઈ
 
2 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર: શારજાહ
 
3 સપ્ટેમ્બર: B1 vs B2: શારજાહ
 
4 સપ્ટેમ્બર : A1 vs A2 : દુબઈ
 
6 સપ્ટેમ્બર: A1 vs B1: દુબઈ
 
7 સપ્ટેમ્બર: A2 vs B2: દુબઈ
 
8 સપ્ટેમ્બર : A1 vs B2 : દુબઈ
 
9 સપ્ટેમ્બર: B1 vs A2: દુબઈ
 
સપ્ટેમ્બર 11 - ફાઈનલ - દુબઈ