1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (13:26 IST)

કર્ક રાશિફળ 2016 - જાણો કેવુ રહેશે કર્ક રાશિના લોકો માટે વર્ષ 2016

પારિવારિક જીવન -
શાસ્ત્રોમાં શનિને ચંદ્રમાના સૌથી મોટું શત્રુ ગણ્યા છે અને એમની આ દુશમનીની સીધી અસર તમારા વૈવાહિક જીવન પર પડી રહી  છે. જીવનસાથીના કારણે  તો નહી પણ પરિવારના બીજા સભ્યોને  કારણે ઘરેલૂ પરેશાનીઓ વધી શકે છે. જીવનસાથી સાથે તમારા સંબંધ મધુર રહેશે. પણ પરિવારજનોના વચ્ચે મતભેદ  વધી શકે છે. અગસ્ટ પછી બીજી સ્થિતિઓમાં અપ્રત્યાશિત સુધાર થશે અને પ્રિયતમ સાથે સોનેરી ક્ષણ માણશો. આ મહિના પછી દાંપત્ય જીવનમાં સુધાર આવશે. 
 
સ્વાસ્થ્ય
 
જો તમારા આરોગ્ય તરફ જોઈએ  તો આંખ ,પેટ,જાંઘ અને આહાર નળીમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. સારા આરોગ્ય માટે દૂષિત આહાર લેવાનું ટાળો.  વધારે પરેશાની થતા આયુર્વેદિક દવાઓના સેવન કરવું યોગ્ય રહેશે.  તેમ છતા પણ મુશ્કેલીઓ ઓછી ન થઈ રહી હોય તો આ સારું રહેશે કે કોઈ બીજો ઉપાય શોધો કે ચિકિત્સકથી સલાહ લો. દરરોજ  એક ચમચી લીમડાના પાનનું ચૂરણ હૂંફાળા પાણી સાથે લેવાથી રોગોથી બચી શકાય છે. 
 
આર્થિક જીવન
 
રાહુ એમના બીજા ભાવમાં લાંબા સમય માટે પ્રવેશ કરી રહ્યો છે અને બૃહસ્પતિ અગસ્ટ પછી આગળના ઘરમાં પ્રવેશ કરશે. આ બન્ને પરિસ્થિઓમાં આર્થિક બાબતોને લઈને તમને વધારે સાવધાની રાખવાની જરૂર છે. મીઠી વાતોમાં ન આવો અને કોઈના ઉપર પૈસા ખર્ચ કરવાનું ટાળો. તમારા માટે કોઈ ષડયંત્ર પણ રચી શકે છે.  આ વર્ષ ધન પ્રાપ્ત થવાના પ્રબળ યોગ છે. આથી ગભરાવો નહી પણ તમારી ભૂલ કે કોઈ પણ ખોટા પગલાં ધન હાનિનું  કારણ બની શકે છે આથી પૂરી રીતે સાવધાની રાખો નહી તો કમાયેલી સંપત્તિ મફતમાં ગુમાવવી  પડશે. 
 
નોકરી
 
2016નું  વર્ષ તમને સફળતા અને પ્રતિષ્ઠા આપતું થશે. છ્ઠા ભાવના સ્વામીની દ્ર્ષ્ટિ પોતાના ઘરની  સાથે સાથે દસમા ઘર પણ છે અને રાહુ સાથે એની યુતિ પણ થાય  છે. જે કોઈ પરેશાનીઓને જન્મ આપી શકે છે. પરંતુ ગભરાવવાની કોઈ વાત નથી . એવું માત્ર તમારી સાથે જ નહી થઈ રહ્યુ . સીનિયરો સાથે વાદ -વિવાદ થઈ શકે છે. આથી સાવધાની રાખો. નવી નોકરી માટે સમય યોગ્ય છે. કેટલાક લોકોને પદોન્નતિના ઉપહાર પણ મળી શકે છે. 
 
ધંધા 
 
ધંધાદારીઓને આ વર્ષે અપ્રત્યાશિત લાભ મળી શકે છે. જો પોતાનો ધંધો છે તો નામ પણ મળશે અને દામ પણ . તમારા હરીફ 
તમારી નકલ કરવાની કોશિશ કરશે , પણ એ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેશે. આ સમયે તમારી સફળતા ક્રોધ અને અહંકારને ત્યાગવું સારું છે. બૃહસ્પતિની મહાદશામાંથી પસાર થઈ રહેલા લોકોને ખૂબ સુખ સમૃદ્દિ મળશે બીજા લોકોને પણ લાભ થશે પણ કોઈ ખાસ નહી. 
 
પ્રેમ-સંબંધ 
 
પ્રેમ મોહબ્બત માટે આ વર્ષ સર્વથા અનૂકૂળ છે .મોટી ઉમરવાળા સાથે પ્રેમ થઈ શકે છે. આ સિવાય જુદા સ્તરના માણસના સાથે પ્રેમ સંબંધ વધવાની શકયતા છે. તમારા સંબંધો મોટેભાગે વધુ ટકતા નથી. આવું એ માટે થાય છે , કારણકે શનિ તમારા આઠમા ભાવના સ્વામી છે જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે તમારા સંબંધોને ખરાબ કરે છે. પણ આ પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી. આપના સંબંધો પર ધ્યાન આપો અને એને સુદૃઢ બનાવવાના પ્રયાસ કરો. 
 
સેક્સ લાઈફ 
 
કેતુના આઠમા ઘરમાં પ્રવેશ કરવા પુરૂષ જાતકો માટે જનનાંગથી સંબંધિત મુશકેલીઓ ઉભી કરી શકે છે. મહિલા જાતકો માટે માસિક ધર્મ સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. પણ સંબંધ સ્થાપિત કરવામાં આ બાધક નહી રહે.  અવૈધ સંબંધોના કારણે કોઈ રોગ થવાની શક્યતા છે . યૌન સુખ મેળવાની પ્રબળ ઈચ્છા તમને હેરાન કરી શકે છે અને ખોટા રસ્તાઓ પર જવા માટે પણ ઉત્સાહિત કરી શકે છે પણ તમારા માટે યોગ્ય રહેશે કે ખોટા રાસ્તાઓ પર જવાનું ટાળો. 
 
સાવધાની રાખવાના દિવસો 
 
17 એપ્રિલથી  29 જૂન વચ્ચે કોઈ પણ પ્રકારનુ રોકાણ કરવાથી  બચવું. મિત્રો અને વરિષ્ઠ અધિકારી સાથે જુલાઈ 15 સપ્ટેમ્બર
16  સુધી કોઈ પણ રીતના વિવાદ કરવાથી બચવું. આવા લોકોને  મળતા પહેલા આ તારીખોનું  ખાસ ધ્યાન રાખો. ચંદ્રમા સિંહ ,ધનુ, કુંભ અને મિથુનમાં ગોચર હોવાથી પોતાને શાંત રાખો અને કોઈ પણ બાબતને શાંતિપૂર્વક નિપાટાવવાનો પ્રયાસ કરો. તરત પ્રતિક્રિયા આપવાનું ટાળો.
 
ઉપાય 
 
શનિની મહાદશામાંથી પસાર થઈ રહેલા લોકોએ  હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવો. . બૃહસ્પતિની મહાદશાની સ્થિતિમાં ઉપવાસ કરો.બૃહસ્પતિવારના દિવસે બ્રાહમણને ધન અને વસ્ત્ર દાનમાં આપવાથી પણ સ્થિતિઓમાં સુધાર થઈ શકે છે. રાહુ કે કેતુની મહાદશાની સ્થિતિમાં દરરોજ ત્રણ દેવી કવચના પાઠ કરો.