શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By

Today's astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (05-06-2017)

મેષ (અ,,ઈ) : આ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ છે. નાનો મોટો પ્રવાસ થાય. બાળકો માટે સારો દિવસ. સાંજ પછી આનંદના સમાચાર મળે. આ રાશિના જાતકો દિવસ  શાંતિથી પસાર કરી શકશે.

વૃષભ (બ,,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ  મિશ્ર ફળદાયી છે. અવિવાહિતો માટે પ્રેમપ્રસંગ અથવા લગ્નની વાત થાય. કોઈ વિજાતીય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ સર્જાય. સાંજ પછી કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આ‍વે.

મિથુન (ક,,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અશાંતિ ભરેલો છે. વાહન સંભાળીને ચલાવવું. બને તો વાહન ચલાવવું નહીં. શક્ય છે કે અકસ્માત પણ થાય. મોસાળ પક્ષ તરફથી કોઈ મોટા ફાયદો થાય તેવી શક્યતા.

કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ  ખૂબ જ ઉત્તમ છે. વાહન, જમીન મિલકતના પ્રશ્નો ઉકલે. સાંજ પછી ખૂબ આનંદના સમાચાર મળે. આવતી કાલનો િદવસ આપના માટે કોઈ આનંદના સમાચાર લાવે. નાનો-મોટો પ્રવાસ સર્જાય.

સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો આજે કોઈની મશ્કરીનો ભોગ બની શકે છે. બપોર પછી નોકરીમાં લાભ, પિયર પક્ષના સંબંધીઓ સાથે મુલાકાત થાય. નોકરીમાં બઢતી બદલીનો યોગ સર્જાય તેવી શક્યતા.

કન્યા (પ,,ણ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનારો છે. ઓફિસમાં કે નોકરીના સ્થળે આનંદના સમાચાર મળે. સાંજ પછી થોડું ટેન્શન  રહે. તે છતાં સાંજે ઘરના બધા સભ્યો ભેગા થયા હોવાથી ટેન્શન જેવું લાગે નહીં.

તુલા (ર,ત) : આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થાય તેવા યોગ છે. હિત શત્રુ ઊભા થાય પણ ફાવે નહીં. બપોર પછી ધર્મ યાત્રા કે પ્રવાસનો યોગ સર્જાય અથવા કોઈ મિત્ર સાથે ફરવા જવાનું થાય.

વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલે સાસરી પક્ષ તરફથી કોઈ મોટો લાભ થાય. આ લાભ ભવિષ્યમાં મોટો ફાયદો આપનારો પણ થાય. નાનો-મોટો પ્રવાસ થાય. એક પડવા-વાગવાનો પ્રસંગ થાય. વાહન સાચવીને ચલાવવું.

ધન (ભ,,ફ) : આ રાશિના જાતકોને દિવસ દરમિયાન અનુભવેલા તથા ન અનુભવેલા સારા-માઠા પ્રસંગો બને. તબિયત સાચવીને કામ કરવું. કોર્ટ-કચેરી કે પોલીસના લફરામાં પડવું નહીં. સાંજ પછી રાહત રહે.

મકર (ખ,જ) : આ રાશિના જાતકોને આજે છેતરાવાનો ડર રહે. પુત્ર પૌત્રાદિકના કામની ચિંતા રહે. નકારાત્મક વિચારો આવે. ચિંતા તથા બીમારી જેવું લાગે. સાંજ પછી એકદમ રાહત અનુભવાય.

કુંભ (ગ,,સ) : આવતી કાલનો દિવસ  ખૂબ ઉત્તમ છે. નાનકડો પ્રવાસ થાય. તે દરમિયાન કોઈ વિજાતીય વ્યક્તિ સાથે નવી ઓળખાણ થાય તેની થકી કોઈ આકસ્મિક મોટો લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ.

મીન (દ,,,થ) : આવતી કાલનો િદવસ આપના માટે ખૂબ ઉત્તમ રહે. વિદ્યાર્થી તથા સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ સામાન્ય રહે. નાનો-મોટો પ્રવાસ થાય જેના કારણે ભવિષ્યમાં લાભ થાય તેવા સંજોગો ઉપસ્થિત થાય. બપોર પછી ખૂબ આનંદના સમાચાર મળે. સંતાનની તબિયત સાચવવી.