શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : ગુરુવાર, 30 જૂન 2016 (18:03 IST)

માસિક રાશિફળ જુલાઈ 2016 - જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારે માટે

મેષ - જુલાઈ મહિનામાં મેષ રાશિના લોકો માટે વ્યક્તિગત સુખોમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. બૌદ્ધિક ક્ષમતા અદ્દભૂત રહેશે અને પરાક્રમ ખૂબ વધશે. ધન કમાવવાની ઈચ્છા, મહત્વાકાંક્ષામાં પરિવર્તિત થશે. આગલ વધવાનુ થોડુ જૂનુ જેવુ રહેશે.  જેમ તેમ કરીને આગળ વધવાની પ્રવૃત્તિ ખૂબ વધશે. સંતાન માટે થોડા કષ્ટ ઉભા થઈ શકે છે.  મહિનાના અંતમાં કાર્યોમાં થોડી શિથિલતાનો અનુભવ કરશે. પણ પારિવારિક સુખો માટે મહિનો સારો રહેવાનો છે. સાથે જ પ્રેમ સંબંધમાં પણ સારો રહેશે અને કેટલાક લોકો માટે નવા સંબંધ પણ ઉભા થશે.. 
 
વૃષભ - આર્થિક મામલામાં આ મહિનો ઘણુ બધુ આપનારો રહેશે. ખાસ કરીને શરૂઆતમાં લગભગ 20 દિવસ. મહિનાના મધ્ય સુધી વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી શકાય છે. પણ ત્યારબાદ સ્થિતિયો થોડુ સકારાત્મક દિશામાં પરિવર્તિત થશે છતા પણ પારિવારિક જીવનમાં થોડો તનાવ બન્યો રહેશે.  ઘરમાં સુખની અનુભૂતિ ઓછી જ રહેશે. ભાગ્યનો સાથ થોડો નબળો જ રહેવાનો છે.  સારુ રહેશે કે આ મહિનામાં પણ આર્થિક મામલામાં કોઈ મોટો નિર્ણય ન લો અને જો લેવો અનિવાર્ય હોય જ તો મહિનાના અંતમા ભાગ લો.  સામાજીક મામલામાં તમને સફળતા મળશે. પૈતૃક સંપત્તિ સાથે સંબંધિત કોઈ વિવાદથી હાલ દૂર જ રહો. 

મિથુન - પ્રેમ સંબંધો માટે ખૂબ સારો મહિનો છે. જો વિવાહ વિશે વિચારી રહ્યા છો તો હવે વાતને આગળ વધારી શકો છો. નિકટના લોકોને કારણે થોડો તણાવ કે દગો મળી શકે છે.  તેથી નિકટના સંબંધોમાં થોડી સતર્કતા રાખો અને પોતાની વ્યક્તિગત વાતો શેયર ન કરો. ભાગ્યના દ્રષ્ટિકોણથી સમય ખૂબ અનુકૂળ નથી તેથી આર્થિક નિર્ણયમાં સતર્કતા રાખો. બૌદ્ધિક ક્ષમતા સારી રહેશે. શિક્ષણ-હરિફાઈમાં લાભ મળશે અને નવી નોકરીની શોધ છે તો પૂરી થશે. 
કર્ક - આયાત-નિકાસ કરનારાઓ માટે મહિનાનો પ્રથમ ભાગ ખૂબ ફળદાયી છે. કેટલાક લોકો માટે સુદૂર યાત્રાનો યોગ બનશે અને આ સુખદાયી અને પરિણામ પરક રહેશે. મહિનાના અડધા ભાગ સુધી ઉચ્ચ અધિકારીઓનો ખૂબ સહયોગ મળશે અને પદોન્નતિનો યોગ બનશે. વૈવાહિક જીવનમાં થોડો તનાવ ઉભો થઈ શકે છે.  મહિનાનો અંતિમ અડૅધો ભગ વિચારોમાં ઉગ્રતા આપનારો રહેશે. તેથી મન ઉદ્દ્વિગ્ન રહેશે અને બૌદ્ધિક ક્ષમતા કમજોર રહેશે. પણ બીજી બાજુ પ્રેમ સંબંધો માટે આ સમય એકદમ સહયોગી રહેશે. સંતાનને થોડો કષ્ટ થઈ શકે છે. 

સિંહ - જો એક લાઈનમાં કહે તો આ મહિનો કોઈપણ દ્રષ્ટિકોણથી ખૂબ સારો નથી દેખાતો. કારણ કે આ સમય પરિશ્રમનો ફળ એટલુ નહી મળે જેટલી તમે આશા કરશો. કેટલાક લોકો માટે ગ્રહ સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. મનમાં ઉગ્રતા અને નકારાત્મકતાનો મળતાવડો પ્રભાવ રહેશે. યાત્રાઓ થશે પણ તેનુ કોઈ વિશેષ પરિણામ નહી નીકળે. આવકમાં કમી અને ખર્ચમાં અધિકતા કાયમ રહેશે.  હા અભ્યાસની દ્રષ્ટિએ આ મહિનો સકારાત્મક છે અને તેમા સફળતા જરૂર મળશે. 
કન્યા - કન્યા લગ્નવાળાઓ માટે જો કોઈ પ્રતિકૂળ ગ્રહની દશા નથી તો આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાન છે. જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં સફળતાની આશા તમે કરી શકો છો. ગ્રહોની યુતિ અદ્દભૂત છે. તેથી નિકટના લોકોને કે ઉચ્ચ અધિકારીઓને કે પરિવારના લોકો સાથે અર્થાત બધા પાસેથી સહયોગ પ્રાપ્ત થશે. આ સમય પદોન્નતિ માટે સર્વોત્તમ છે.  આવકમાં સારી વૃદ્ધિ શક્ય છે. શિક્ષા-હરીફાઈમાં પણ સફળતા આપવાનો સમય છે. આ સમય ભાઈઓના સાથને લઈને થોડો નકારાત્મક છે. શક્ય છે વિવાદ થાય તેથી થોડો સાચવીને વ્યવ્હાર કરો. 
તુલા : ભાગ્યનો ભરપૂર સાથે રહેવાનો છે આ મહીનામાં આથી કોઈ પણ નવા કાર્યની યોજના બનાવી શકો છો કે એને પ્રારંભ કરી શકો છો. આ સમયે અચાનક ધન લાભ કે કોઈ બહુ સુખદ સમાચારના યોગ પ્રબળ છે. સંતાન માટે આ સમય  ઉત્તમ નથી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ  પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકો એમનું ગર્ભપાત કરાવવાનું વિચારી શકે છે, અને જો એવું વિચાર ભૂલથી પણ આવે તો સાવધાન થઈ જાઓ. પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવન માટે આ સમય ખૂબ સુખદ છે. વૈવાહિક પ્રસ્તાવ આવી શકે છે જે આ સમયે તમારા માટે  યોગ્ય છે.  
વૃશ્ચિક - વૈવાહિક જીવન માટે સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે. ખાસ કરીને જો જન્મ કુંડળીમાં પણ લગ્નથી સંબંધિત દોષ છે તો પ્રેમ સંબંધો ને પણ સંભાળવાની જરૂર છે. ગુપ્ત દુશ્મન સતત ષડયંત્ર કરી શકે છે અને પરેશાન કરી શકે છે. ખાસ કરીને માહના પ્રથમ ભાગમાં ખાસ સતર્કતા રાખો. સ્વાસ્થય સંબંધી સમસ્યા પણ ઉતપન્ન થઈ શકે છે. સ્થાન પરિવર્તનના યોગ ખૂબ પ્રબળ છે ખાસ કરીને માહના મધ્ય સુધી. આ સમયે પ્રયાસ વધારે અને પરિણામ ઓછા આ જ નિષ્કર્ષ છે. 

 

 
ધનુ- કાર્ય વ્યાપાર માટે આ સમય ખૂબ જ સહયોગી છે ખાસ કરીને જો તમે કોઈ ભાગીદારીના કાર્યમાં છો તો ખૂબ લાભ થશે. જીવનસાથીના સાથે પણ સારી રીતે તાલમેલ બન્યો રહેશે. કેટલાક લોકો માટે નવા પ્રેમ પ્રસંગ ઉતપન્ન થઈ શકે છે. બધા ગ્રહોની અનૂકૂળતા સિવાય ભગવાન બહુ પ્રબળ નથી. આથી કોઈ પણ કાર્ય જ્યાં માત્ર ભાગ્યનો જ  ભરોસો વધારે હોય તેનાથી બચવું. સંતાનથી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે કે સંતાનના કાર્યોથી મન પ્રસન્ન થશે. પદોન્નતિના પ્રયાસ માટે સમય ઉત્તમ છે. આથી પ્રયાસ કરો જો ઈચ્છુક હોય તો સફળતા મળશે. 

 
મકર- સમય બહુ અનૂકૂળ નથી તમે પ્રયાસ તો બહુ કરશો, કાર્યદક્ષતા પણ સારી રહેશે પણ સફળતા આશા મુજબ નથી દેખાઈ રહી. કોઈ પણ કાર્યને પરિણામમાં પરિવર્તિત કરવા માટે ખૂબ પ્રયાસ કરવો પડશે. સુદુરના કાર્યોમાં સફળતા મળશે. ઈલેક્ટ્રોનિક કે ઈંટરનેટના માધ્યમથી કાર્ય કરનારાઓને સફળતા મળશે. પ્રેમ સંબંધ તો આ સમયે બનશે પરંતુ એમા સ્થિરતાના અભાવ થશે અને એ લાંબા સમય સુધી ચાલશે કે નહી એમાં શંકા છે. વૈવાહિક જીવનમાં ખૂબ નહી પણ થોડી અનબનના યોગ બની રહ્યા છે. થોડા સમય માટે જ પરંતુ કેટલાક લોકો માટે સ્થાયી સંપત્તિના પણ યોગ બની રહ્યા છે આથી જો પ્રયાસરત છો તો આ મહીનાના પ્રથમ અઠવાડિયામાં જ કરી નાખો. 
કુંભ- થોડા સમય માટે ખાસ કરીને માહના પ્રથમ અર્ધ ભાગમાં ભાગ્યના યોગ બની રહ્યા છે. એનો લાભ ઉઠાવો ખાસ કરીને જે લોકો સામાજિક કે રાજનૈતિક જીવનમાં છે. સામાન્ય લોકો માટે પણ આ સમય કાર્ય-વ્યાપારમાં ઉત્થાનકારક થશે. પદોન્નતિના અવસર આવી શકે છે. સાથે જ કયાક ઈચ્છાનુરૂપ પરિવર્તન ઈચ્છી રહ્યા છો તો એ પણ સંભવિત છે. આ સમય અત્યારે પણ વૌવાહિક કે પ્રેમ સંબંધ માટે સારો નથી. સંભળીને ચાલો. ભાગીદારીમાં કાર્ય કરો પણ થોડી સાવધાની રાખવી જરૂરી છે અને કોઈ પણ નવું કાર્ય ભાગીદારીમાં પ્રારંભ ન કરો. 


 
મીન- આ મહિનામાં મળતાવાડું પરિણામ આપતું થશે.  જ્યાં એક બાજુ આ આર્થિક બાબતોમાં કેટલીક મુશ્કેલી ઉત્પન્ન કરવાવાળું છે તો બીજી બાજુ સ્થાયી સંપત્તિ અને ભોતિક સુખ -સુવિધાઓ માટે સમય અનૂકૂળ છે. પ્રેમ સંબંધ હોય કે વૈવાહિક જીવન બન્ને જ બાબતોમાં સુખની અનૂભૂતિ થશે. ખર્ચ વધારે થશે. આધ્યાત્મની તરફ વલણ રહેશે અને કોઈ ન કોઈ કારણ થી આત્મદર્શન પણ થશે. પોતાનું મૂલ્યાંકન કરી શકવામાં સમર્થ થશો.