ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (12:38 IST)

મકર વાર્ષિક રાશીફળ 2016 - જાણો કેવુ રહેશે તમારે માટે વર્ષ 2016

શુ તમે નવા વર્ષના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર છો શુ નવા વર્ષમાં તમને એક માર્ગદર્શકની જરૂર છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વર્ષ તમારુ ભવિષ્યફળ જ તમારુ માર્ગદર્શક રહેશે. સંપૂર્ણ રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત મકર રાશિફળ 2016 નવા વર્ષમાં ડગલે ડગલે તમારો મદદગાર સાબિત થશે. 
 
નવા વર્ષને તમારા મનમાં પણ હલચલ થઈ રહી હશે.  જેવી કે આ વર્ષ કેવુ રહેશે. શુ ખાસ થશે આ વર્ષે. નોકરી મળશે કે નહી. આવા જ ઢગલો સવાલ હશે જે તમને પરેશાન કરી રહ્યા હશે. આવો સૌ પહેલા શરૂ કરીએ ગ્રહોની ચાલ દ્વારા.  કારણ કે સંપૂર્ણ જ્યોતિષ ગ્રહોની ચલ પર જ આધારિત છે. વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિકમાં અને ગુરૂ સિંહમાં જોવા મળી રહ્યા છે. 31 જાન્યુઅરી પછી રાહુ સિંહ રાશિમાં અને કેતુ કુંભમાં પ્રવેશ કરશે. ગ્રહોની વાત તો થઈ ગઈ. આવો હવે એક નજર નાખીએ નવા વર્ષની શક્યતાઓ પર. 
 
પારિવારિક જીવન - મકર રાશિના જાતકો માટે વર્ષ 2015. આ વર્ષ તમારા પારિવારિક જીવનમાં કશુ વિશેષ નથી થવાનુ. પરિવારજનો વચ્ચે પરસ્પર મતભેદ થવાની શક્યતા છે. બેકારની વાતોથી પરિવારનુ વાતાવરણ બગડશે.  માતા-પિતા સાથે સંબંધ સામાન્ય રહેશે. પણ ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે. દાંમ્પત્ય જીવનમાં પણ તણાવ થઈ શકે છે. આ બધુ તમારા ખરાબ વલણ અને અસામાન્ય વ્યવ્હારને કારણે થશે. બધા સાથે તમારા સંબંધો સારા બનાવવા માટે તમારા ગુસ્સા પર કાબુ રાખો અને વ્યવ્હારમાં સંયમ લાવો. 
 
સ્વાસ્થ્ય - આ વર્ષ આરોગ્યને લઈને વધુ પરેશાની નહી થાય. પણ કેટલીક સામાન્ય પરેશાનીઓનો સામનો જરૂર થઈ શકે છે. તેથી આ વર્ષ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ તમારે માટે ખૂબ જરૂરી છે. ખુદને માનસિક રૂપે ખુશ રાખવાનો પ્રયત્ન કરો.  પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને નિયમિત રૂપે ફરવુ એ તમારા સારા આરોગ્યનુ રહસ્ય બની શકે છે. લીલા શાકભાજીને તમારા ખોરાકમાં સામેલ કરો.  ઉપરોક્ત સામાન્ય વાતોનુ પાલન કરી તમે ચોક્કસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત રહી શકો છો. 
 
આર્થિક જીવન - જો નવા વર્ષમાં રાહુ અને કેતુ તમારા બીજા ભાવમાં આવે છે તો આર્થિક નુકશાન થઈ શકે છે. કેટલાક લોકોને વધુ નુકશાન પણ થઈ શકે છે અને કેટલાક લોકોને ઓછુ. પણ નુકશાન થવુ નક્કી છે. તેથી આવા સમયમાં બિનજરૂરી રૂપે પૈસા ખર્ચ કરવા યોગ્ય નથી.  સમજદારીથી પૈસા ખર્ચ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે મહેનતથી કમાવેલ પૈસાને ખોટા બરબાદ કરવુ બિલકુલ યોગ્ય નથી. સાથી-મિત્ર વિશ્વાસઘાત કરી શકે છે કે પછી ખોટી રણનીતિયોને કારણે પણ નુકશાન થવાની શક્યતા છે. કેતુ જેમના ખરાબ ભાવોના કાર્યોનો સ્વામી હશે તેમને વધુ નુકશાન થશે.  બાકી લોકોને નહી.  શનિની દશામાંથી પસાર થનારા લોકોને અપાર ધનની પ્રાપ્તિ થવાની છે અને આર્થિક સ્થિતિ પણ સારી થવાની છે. 
 
નોકરિયાત - આ સમયે તમારે તમારા જીવનના સૌથી સોનેરી વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો. નોકરી દ્વારા તમને સન્માન મળવાનુ છે. નવી અને સારી નોકરી મેળવવાની તમારી ઈચ્છા પણ પુર્ણ થશે. જો કે જેમના પર રાહુ અને ગુરૂની દશા કે અંતરદશા ચાલી રહી છે. તેમને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ જેમના પર શનિ કે કોઈ અન્ય ગ્રહોની મહાદશા ચાલી રહી છે તેમને લાભ થવાનો છે. 
 
વેપાર - આ વર્ષે તમને વેપારમાં સારો નફો થવાનો છે. જો રાહુ, કેતુ, ગુરૂ કે કોઈ અન્ય ગ્રહની દશા ચાલી રહે છે તો સાવધાન રહેવાની જરૂર છે. આ ગ્રહ તમારા કાર્યોને પ્રભાવિત કરી શકે છે. વેપારમાં તમને નવા ભાગીદાર પણ મળી શકે છે.  ગ્રહોના સ્થાનમાં તમામ પરિવર્તનો છતા પણ તમને નફો પ્રાપ્ત થશે. સાથે જ વેપારનો પણ વિસ્તાર થશે. સરકારી સોદા અને સમજૂતીથી તમારો નફો બમણો થવાનો છે.  તમને કેટલાક નવા રોકાણકારો પણ મળશે. આ વર્ષને તમારા જીવનનું સૌથી સારુ વર્ષ બનાવવા માટે કોઈ કસર છોડવી તમારે માટે ખોટનો સોદો રહેશે. 
 
પ્રેમ સંબંધ - પ્રેમ અને રોમાંસને લઈને તમે વધુ ઉત્સાહિત નથી રહેતા. જેને કારણે પ્રેમ રોમાંસ અને તામરી વચ્ચે લાંબો ફાંસલો છે. જો કે તમે કોઈની સાથે ડેટિંગ કરી રહ્યા છો તો સકારાત્મક પરિણામ જ આશા કરી શકો છો. કેટલાક લોકો થોડા રોમાંટિક હોઈ શકે છે. અને પોતાની રુચિના લોકોને મળી પણ શકે છે.  બીજા લોકોને બદલે (શનિથી પ્રભાવિત લોકો) તમે લોકો સાથે હળી મળીને રહેશો તો સારુ રહેશે. સમાજ સાથે હળી મળીને રહેવામાં કશુ ખોટુ નથી. 
 
સેક્સ લાઈફયૌન સુખોમાં આ વર્ષે વૃદ્ધિ થશે. અપ્રાકૃતિક યૌન સંબંધો તરફ વળશો. યૌન સંબંધો પ્રત્યે તમારુ આકર્ષણ તમારી વાતોમાં પણ સ્પષ્ટ જોવા મળશે. તમારા દામ્પત્ય જીવન ઉપરાંત અન્ય યૌન સુખોની શોધ તમે કરી શકો છો અને તેમ તમે સફળ પણ રહેશો.  જો કે તમારા પર આરોપ પણ લાગી શએક છે તેથી તમારી છબિ ખરાબ થઈ શકે છે. 
 
સાવધાની રાખવાના દિવસ - જ્યારે ચંદ્રમાં સિંહમાં પ્રવેશ કરે ત્યારે યાત્રા કરવાનુ ટાળો. બીજી બાજુ જ્યારે ચંદ્રમાં સિંહ, વૃશ્ચિક કે કુંભમાં પ્રવેશ કરે તો મહત્વપુર્ણ નિર્ણયો લેવાથી બચો. જાન્યુઆરી 9થી જાન્યુઆરી 20 માર્ચ 7 થી એપ્રિલ 6, મે 1થી મે 17, જૂન 25થી જુલાઈ 20, 7 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર, 8 ઓક્ટોબરથી 21 નવેમ્બર અને 22 ડિસેમ્બરથી 2016થી 4 જાન્યુઆરી 2017 સુધી કોઈ પણ પ્રકારનુ રોકાણ, ખરીદી કે સોદા કરવાથી દૂર રહો. 
 
ઉપાય - મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન મંદિરમાં દાન કરો અને શનિ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપરાંત સુખ સમૃદ્ધિ માટે અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો.