શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (23:54 IST)

માસિક રાશિફળ ઓક્ટોબર 2016 - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે

1. મેષ આ મહિનામાં બધા રોકાયેલા કામ પુરા થવાની શક્યતા છે. સૂર્ય અને બૃહસ્પતિના બીજ મંત્રનો જાપ કરો.  ખર્ચ વઘતા મન ચિંતિત રહેશે.  ધન અને કર્ક રાશિના વ્યક્તિ તમારી મદદ કરશે.  ધાર્મિક યાત્રાનો સંયોગ બનશે. કાગડાને રોટલી ખવડાવો. શિક્ષણ અને હરીફાઈના ક્ષેત્રમાં વિદ્યાર્થી સફળતાની પ્રાપ્તિ કરશે.  જીવનસાથી સાથે કારણ વગર બોલચાલ અને તનાવની શક્યતા રહેશે. પીળો રંગ શુભ છે. રાજકારણીઓ માટે પુષ્કળ સફળતાઓ ભર્યો રહેશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચારની પ્રાપ્તિ થશે. પિતાનો આશીર્વાદ પ્રાપ્ત કરો. 
 
2. વૃષ - કાર્ય ક્ષેત્રમાં ઓચિંતા અવરોધો આવશે. છતા પણ કાર્ય પુર્ણ થશે. સમય ખૂબ સારો રહેશે. શુક્રદેવ ધનની પ્રાપ્તિ કરાવશે. સાસરિયા પક્ષ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.  શિવ પૂજા કરો અને હનુમાનજીનો નિયમિત પાઠ કરો. મિથુન અને કન્યા રાશિના જાતક તમારા મિત્ર સાબિત થશે. ગાયને ભરપેટ લીલુ ઘાસ ખવડાવો.  માતા પિતાના ચરણ સ્પર્શ કરો. નવા તકોની પ્રાપ્તિ થશે. રાજનીતિ અને સરકાર તરફ સાથે જોડાયેલા લોકોને યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મિત્રોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. જીવન સાથી સાથે મનદુખ થવાની શક્યતા છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. 
 
3. મિથુન - માનસિક ગૂંચવણો અને કાર્ય અવરોધો આવશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચારની પ્રાપ્તિ થશે.  શિક્ષણ અને હરીફાઈમાં સફળતા પ્રાપ્તિ થશે.  ભૂરો અને લીલો રંગ શુભ છે.  કન્યા અને મકર રાશિના લોકો તમારી સહાયતા કરશે.  શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો. ધનની પ્રાપ્તિ થશે. સાસરિયા પક્ષના સહયોગના કાર્ય બનશે. ભાઈનો પણ સહયોગ આ મહિને તમને મળશે જેનાથી મહિનાના અંતમાં તમે રાહત અનુભવી શકશો. ઘરની બહાર જતી વખતે માતા-પિતાના ચરણ સ્પર્શ જરૂર કરો. બધા કાર્ય બનતા જોવા મળશે.  ગાયને રોટલી અને ગોળ ખવડાવો. 

4. કર્ક - સમય ખૂબ સારો ચાલી રહ્યો છે. કોઈપણ કાર્યને શરૂ કરતા પહેલા માતા પિતાનો આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરો. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે.  જીવનસાથીનુ સ્વાસ્થ્ય ખૂબ સારુ નહી રહે. નવા તકોની પ્રાપ્તિ અને ધનમાં વધારો થશે.  ભાવુકતા પુર્ણ નિર્ણય લેતા પહેલા મોટાભાઈના વિચાર જરૂર જાણો. પ્રતિષ્ઠામાં બુદ્ધિ અને શત્રુ હારશે.  સંતાનને સફળતા મળવાની શકયત છે. નેત્ર વિકાર અને પાચન શક્તિની પરેશાની થઈ શકે છે. શિવ ઉપાસના કરો. ગો માતાને મંગળવારે રોટલી અને ગોળ ખવડાવો. શિક્ષા અને પ્રતિયોગિતામા સફળતાની પ્રાપ્તિ થશે.  લાલ રંગ શુભ છે. કોઈ જૂનો શત્રુ પરેશાન કરી શકે છે.  છતા પણ તે કશુ પણ તમને નુકશાન નહી કરી શકે. 
 
5. સિંહ આ મહિનામાં રોકાયેલા કાર્ય પુર્ણ થઈ શકે છે. સંતાનને શિક્ષા ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થશે.  વહેતા જળમાં નારિયળ પ્રવાહિત કરો જેથી કાર્ય અવરોધ સમાપ્ત થાય.  પીળા અને સફેદ રંગ શુભ છે. ભાગ્ય તમારી સાથે છે જે પણ કરશો તે પૂર્ણ થશે.  કોઈ અજાણ્યા મહિલા સાથે કંઈક વિવાદ થઈ શકે છે.  બૃહસ્પતિના બીજ મંત્ર "ૐ બૃં બૃહસ્પતયે નમ:" નો જાપ કરો. ગો માતાને રોટલી અને ગોળ ખવડાવો. જીવનસાથીના સાનિધ્ય પ્રાપ્ત થશે અને તે તમારી દરેક સફળતાના માર્ગદર્શક પણ બની શકે છે. મતલબી લોકોથી સાવધ રહો નહી તો નુકશાન ઉઠાવી શકો છો. 
 
6. કન્યા. -  આ રાશિનો સ્વામી બુધ તમને યશ પદ અને પ્રતિષ્ઠામાં બૃદ્ધિ કરશે. ગુરૂ આધ્યાત્મિક ઉત્કર્ષ આપશે. તકનીકી અને પ્રબન્ધકીય ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવા તકની પ્રાપ્તિ થશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને લાભ થશે.  પીળો અને લાલ રંગ શુભ છે. ગો માતાને રોટલી અને ગોળ ખવડાવો. શ્રી હનુમાનજીની ઉપાસના કરો. કર્ક ધનુ વૃશ્ચિક અને સિંહ રાશિના જાતક તમને લાભ આપશે.  હ્રદય અને શ્વાસના રોગી સાવધાની રાખો. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો નહી તો નુકશાન ઉઠાવવુ પડી શકે છે. માતા પિતાના ચરણ સ્પર્શ કરી કોઈ નવુ કાર્ય શરૂ કરો. 

7. તુલા - એકાએક ધનની પ્રાપ્તિ થશે અનેક દિવસોથી રોકાયેલુ કાર્ય પુર્ણ થશે. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત બનશે. આ મહિનામાં ખર્ચા વધતા દેખાશે અને ગૃહ કાર્યોમાં વ્યસ્ત રહેશો. ભૂરો અને સફેદ રંગ શુભ છે. તુલા અને કુંભ રાશિના જાતકો તમારા મિત્રો સાબિત થશે. રાજનીતિ સાથે જોડયેલા જાતકને કોઈ મોટી પાર્ટીમાં જવાનો શુભ યોગ છે. કોઈ ગરીબ વ્યક્તિને ધાબળો દાન કરો. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચારની પ્રાપ્તિ થશે. ગાયને કેળુ ખવડાવો. જીવનસાથીનુ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સાસરિયા પક્ષથી પણ લાભની શક્યતા છે. 
 
8. વૃશ્ચિક સમય અનુકૂળ છે. ફાયદો ઉઠાવી શકો છો. શિક્ષા અને જ્ઞાનમાં વધારો થશે. ફાઈનેંસ ઈશ્યોરેંસ શેયર અને વકાલાત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવા તકોની પ્રાપ્તિ થશે. ખર્ચ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો નહી તો પરેશાન થઈ શકો છો. લીલો અને અને ભૂરો શુભ અને ભાગ્યોન્નતિ માટે સહાયક રંગ છે. શત્રુ સક્રિય રહેશે છતા પણ કશુ નુકશાન નહી કરી શકો. નેત્ર રોગીઓને સૂર્યોપસાના કરવાનો લાભ મળશે. તુલા અને કુંભ રાશિના વ્યક્તિ તમને ફાયદો કરશે. ગો માતાને લીલો ચારો ખવડાવો. ગરીબોને અન્નનું દાન કરો. રાજનીતિ સાથે જોડાયેલા જાતક લાભ થશે. કોઈ મોટી પાર્ટી તરફથી આમંત્રણ આવી શકે છે. માતાનો આશીર્વાદ પ્રાપ્ત કરી તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. ઘરમાં વાતાવરણ આનંદનુ રહેશે. 

9  ધન રાશિ -  આ મહિનમાં શુભ કાર્ય માટે ધનની વ્યવસ્થા કરવી પડશે.  પહેલા પખવાડિયામાં આપને ઉચ્ચ હોદ્દેદારો, વડીલો, ઉપરીઓ વગેરેનો સાથસહકાર મળશે અને તેઓ આપના માટે પ્રગતિનું કારણ બનશે. લગ્ન સ્થાનનો માલિક ગુરુ અષ્ટમભાવમાં વક્રી રહેવાથી આપને થોડી અડચણો આવી શકે છે. આપને સ્વાસ્થ્યની કેટલીક ચિંતાઓ રહી શકે છે. આપનામાં આ સમયમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે જોવા મળે. મિત્રો, ભાઈ-બહેનો દ્વારા લાભની અપેક્ષા પણ રાખી શકો છો. આપને વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવાનું થોડું અઘરું પડશે માટે સંયમ તેમજ ધીરજથી કામ લેવું. આ મહિનામાં સંતાન . વિદ્યા પ્રેમ ભાવ પર વિપરિત અસર પડશે. શનિની શુભ્રતા માટે શાળામાં કાળી વસ્તુઓ દાન કરો અને શાળાની જમીન પર સરસવનુ તેલ રેડો.

10. મકર રાશિ - આ મહિનામાં ઉદ્યોગ વેપારમાં રસ લેશો. કોકી પ્રેરક વિચાર તમારી મધ્યસ્થતાને સાકાર કરી શકે છે. આપના સ્થાયી સંપત્તિના કોઈપણ કામકાજ ઉકેલવા માટે પહેલું સપ્તાહ ઘણું સાનુકૂળ છે. મનોરંજન પાછળ ખર્ચ, લોકો તરફથી ભેટસોગાદો, અચાનક નવી આવક થવી અથવા કોઈપણ પ્રકારે આર્થિક લાભની આપ અપેક્ષા રાખી શકો છો. મહિનાના પહેલા પખવાડિયામાં આપે પ્રતિષ્ઠા સંબંધે સાવધાની રાખવી. ખાસ કરીને વગદાર વ્યક્તિ, ઉપરી અધિકારીઓ કે વડીલો સાથેના સંબંધોમાં આપે ખૂબ જ વિનમ્રતા રાખવી પડશે. આપને વારંવાર અહંનો ટકરાવ થઈ શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ પલટાઈ જશે. સ્વાસ્થ્યમાં પણ આપને એસિડિટી અને બળતરા, નેત્રપિડા, માથામાં દુખાવો વગેરે થઈ શકે છે. આ મહિને માતા ભૂમિ ભવન પ્રસિદ્ધ વગેરે પર વિપરિત અસર થશે. આનાથી બચવા માટે ગરીબ વડીલ સ્ત્રીને ધાબળો દાન કરો. સરસવનુ તેલ ભરેલી શીશી નદીમાં પ્રવાહિત કરો.

11. કુંભ રાશિ - આ મહિનાની શરૂઆતમાં મન કર્મ અને વચનથી કાર્ય કરવાથી મહત્વાકાંક્ષાઓની ભૂમિકા બનાવવામાં સક્ષમ રહેશો. મહિનાનું શરૂઆતનું પખવાડિયું વિદેશ સંબંધિત કાર્યો પાર પાડવા માટે સાનુકૂળ છે. ખાસ કરીને લાઈસન્સ સંબંધિત કાર્યો વિલંબમાં પડ્યા હોય તો આપ બૌદ્ધિક ચાતુર્યથી તેનો ઉકેલ લાવી શકશો. જોકે મહિનાના પહેલા સપ્તાહમાં વાદ-વિવાદ, ઝઘડો ટાળવા અને વાહન સંભાળીને ચલાવવાનું. આપ દૂરના લોકો સાથે કમ્યુનિકેશન પર વિશેષ ભાર મુકશો. શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ કરવા માટે આપ સારું આયોજન કરી શકશો. વિશ્લેષણ શક્તિ હાલમાં સારી રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ બની શકે છે. વ્યવસાયિક કાર્યોમાં ક્યાંયને ક્યાંક વિલંબ થઈ શકે છે. વેપારી વર્ગને ઉઘરાણી ઉકેલાવાની શક્યતા જણાય છે. આ મહિને નાના ભાઈ પરાક્રમ ભાગીદરી શત્રુ વગેરેથી તમે પ્રભાવિત થશેઓ તેનાથી બચવા માટે નાના ભાઈ સાથે મધુર વ્યવ્હાર કરો. શત્રુ પક્ષથી બચવા શનિ મંત્રનો જાપ કરો. જાપ 108 વાર દરેક શનિવારે આખુ વર્ષ કરો.

12. મીન - આ મહિનાની શરૂઆત અનાજ . કપડા અને ભેટ વગેરે એકત્ર કરવા માટે અનુકૂળ રહેશે. સરકારી કાર્યોમાં આપ પોતાની વાકછટાના આધારે કામ કઢાવી શકશો. વિદ્યાર્થીવર્ગ માટે પણ આ સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે. અંગત જીવન અને ખાસ કરીને દાંપત્યજીવનમાં આપને થોડી નિરસતાનો અહેસાસ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા જાતકો ખોટી ભ્રમણામાં ન રહે તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. અત્યારે ભાગ્ય આપને સપોર્ટ નથી કરતું તેવું લાગી શકે છે. મહિનાના બીજા સપ્તાહથી આપનો ગુસ્સો સાતમા આસમાને રહેશે. મહત્વના નિર્ણયો આ મહિને શક્ય હોય તો ટાળજો. અકસ્માત કે અસ્થિભંગના યોગની પણ શક્યતા રહેવાથી સંભાળવું. મહિનાનું છેલ્લું સપ્તાહ ભોગવિલાસમાં પસાર થઈ શકે છે. આ મહિને ધન કુટુંબ વાણી અને વચન પર વિપરિત અસર પડશે. આનાથી બચવા માટે વાણી પર સંયમ રાખો. સરસવનુ તેલ જમીન પર રેડો.