1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (13:18 IST)

સિંહ વાર્ષિક રાશીફળ 2016- - જાણો કેવુ રહેશે સિંહ રાશિના લોકો માટે વર્ષ 2016

સિંહ રાશિ 2016-
નવુ  વર્ષ આવી રહ્યુ  છે. હોઈ શકે કે તમારી કોઈ ન કોઈ ઈચ્છા જે ગયા વર્ષમાં પૂરી નહી થઈ હોય. પણ એના માટે તમને વધારે અધીર થવાની જરૂર નહી જેમ કહ્યું છે "ગયું એ જવા દો અને આવતાનું સ્વાગત કર" જૂની વાતો જૂના વર્ષમાં છોડી અને નવા વર્ષમાં કરો નવી પ્લાનિંગ વૈદિક જ્યોતિષ પર આધારિત સિંહ રાશિફળ 2016ની સાથે. 

 
વર્ષની શરૂઆત શનિ અને વૃશ્ચિક અને બૃહસ્પતિના સિંહમાં જવાની સાથે થઈ રહી છે . રાહુ અને કેતુ એમની વર્તમાન અવસ્થામાં રહ્યા પછી 31 જાન્યુઆરી પછી રાહુ સિંહમાં અને કેતુ કુંભમાં પ્રવેશ કરશે. આ તો ગ્રહોની વાત થઈ પણ કેટલાક સવાલોના જવાબ પણ જાણવું જરૂરી છે જેમ કે આવતું વર્ષ શું ખાસ લઈને આવી રહ્યુ  છે ? કઈ -કઈ સાવાધાની રાખવી પડશે ? કયો  દિવસ શુભ ફળ આપશે   ? આવો જાણીએ વૈદિક જ્યોતિષ પર આધારિત ભવિષ્યફળમાં શોધીએ આ સવાલોના જવાબ 
પારિવારિક જીવન 
સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2016ના રાશિફળ. તમારી રાશિ વર્ષ 2016ની એ રાશિઓમાંથી એક છે જેના ગ્રહો ચમકવાના  છે. કેટલાક ઉતાર ચઢવ થઈ શકે છે , પણ એ તમારી ખુશીઓમાં કોઈ પરેશાની ઉભી નહી કરશે. જીવનસાથીના સાથે મધુર સંબંધ રહેશે. રાહુના સિંહ પર દાબ હોવાથી તમે બન્ને જુદા થઈ શકો છો કે થોડા દિવસો માટે મતભેદ થઈ શકે છે. પિતા સાથે સંબંધ સારા રહેશે. પણ માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે . ચિંતા ન કરો આથી તમારી માતાની ભાવનાઓને ઠેસ નહી પહોંચશે. સગા અને પ્રિયજનો સાથે સંબંધ સારા રહેશે. 
 
સ્વાસ્થ્ય 
આ વર્ષ તમારા સ્વાસ્થ્યના  ધની રહશે . 31 જાન્યુઆરી પછી તમારી માનસિક સ્થિતિ થોડી પ્રભાવિત થઈ શકે છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.  વજન વધવાનો  ખતરો છે આથી મિઠાઈ, ઘી અને માખણથી દૂરી બનાવી રાખો. તમે તમારા આરોગ્યને ખૂબ પ્રેમ કરો છો. આથી આ સલાહ તમારા જીવનના દરેક  સ્ટેજ પર મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
આર્થિક જીવન
આ વર્ષ તમારી આર્થિક સ્થિતિ ખૂબ શાનદાર રહેશે . આ સફરમાં તમને ઓછા ચેલેંજોનો સામનો કરવો પડશે.  જીવનના સોનેરી પળના આનંદ લો અને આપના કાર્ય પ્રત્યે  દૃઢ સંકલ્પિત રહો. કાર્યો  પ્રત્યે તમારા સમર્પણથી આવકમાં કોઈ કમી નહી રહેશે. 11 અગસ્ટ  પછી તમારી આવકમાં અપ્રત્યાશિત વૃદ્ધિ થશે. 
 
નોકરી
નોકરીયાત લોકો માટે આ વર્ષ ખુશીઓથી ભરેલું છે. સવાલ એ નથી કે તમે કેવા  પ્રકારની નોકરી કરો છો. દરેક જગ્યાએ તમને  વખાણ, સહયોગ અને ખુશીઓ મળશે. જેની શોધ તમે એક લાંબા સમયથી કરી રહ્યા  હતા. તમારા દરેક કામ સમય પહેલા પૂરા થશે વર્તમાન નોકરી સિવાય બીજા સ્ત્રોતોથી પણ તમને લાભ મળશે. બૃહસ્પતિની મહાદશામાંથી પસાર થતા લોકોને બમણો  લાભ થશે. 
 
વ્યાપાર-ધંધા-
કોઈ પણ ધંધાનું  એક જ લક્ષ્ય હોય છે ,  એ છે વધારેથી વધારે લાભ કમાવવો.  આ વર્ષ તમારી બધી મનોકામનાઓને પૂર્ણ  કરશે. તમારી જન્મ કુંડળી મુજબ આ વર્ષ અપેક્ષાકૃત વધારે લાભ થશે, પણ તમારી બધી મનોકામનાઓ અગસ્ટ  પછી જ પૂરી થશે . જે લોકો ધંધા કે રિયલ એસ્ટેટ સાથે  સંકળાયેલા છે , એમને થોડા  નિરાશ થવું પડી શકે છે આમ તો ચિંતા કરવાની વાત નથી.  તમને 11 અગસ્ટ પછી શેયર બજારમાંથી સારો લાભ થશે. જો તમારા રાજ્યમાં લૉટરી ગેરકાયદેશર નથી તો તમે એમાં પણ ભાગ્ય અજમાવી શકો છો. સફળ થવાની શક્યતાઓ છે. 
 
પ્રેમ સંબંધ-
આખુ  વર્ષ પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે. રોમાંસ અને વાસનાથી તમે પરિપૂર્ણ રહેશો. પ્રેમ-સંબંધ વૈવાહિક સંબંધમાં બદલી શકે છે. તમારુ  જીવન શાંતિ , પ્રેમ મોહબ્બત સામંજસ્ય અને સમજદારીથી પરિપૂર્ણ રહેશે. 11 અગસ્ટ પછી પ્રેમમાં પ્રગાઢતા આવશે. 
 
સેક્સ લાઈફ
 સિંહ રાશિવાળા  સેક્સ  પ્રત્યે હમેશા ઉતાવળા રહે છે. એ સાચુ છે કે ,આ વર્ષે તમે ભરપૂર યૌન સુખ પ્રાપ્ત કરશો. આ સમય માત્ર તમે જ  નહી પણ તમારો  પાર્ટનર પણ જોશથી પરિપૂર્ણ રહેશે. જીવનસાથી સામંજસ્યથી તમે ભરપૂર આનંદ ઉઠાવશો. 11 અગસ્ટ  પછી એ વધારે ગાઢ થશે. બધું અનૂકૂળ રહેશે , આથી તમને ભરપૂર આનંદ મળશે. 
 
સાવધાની રાખવાના દિવસો
ચંદ્રમાના મકર , સિંહ અને કુંભ મીનમાં પ્રવેશ કરતા યાત્રા ન કરો. આ વાતને તમારા મનમાં બેસાવી લો અને આ સમયમાં કોઈ પણ મહ્ત્વપૂર્ણ નિર્ણય  ન લો. જાન્યુઆરી 26થી ફેબ્રુઆરી 15 સુધી વ્યક્તિગત અને આર્થિક નિર્ણય લેવા તમારા માટે ઘાતક થઈ શકે છે. જ્યારે ચંદ્ર્મા   સિંહ , કુંભ અને મીનમાં પ્રવેશ કરે ત્યારે સતર્ક રહેવાની જરૂરત છે. માર્ચ 28 થી 12 એપ્રિલ સુધી ઓનલાઈન ખરીદી કરવી ટાળો. આ સમયમાં મોંઘા સામાન ખરીદી પૈસા ખર્ચ કરવા યોગ્ય નથી. આ વર્ષ શેર બજારથી પણ દૂર રહો તો સારું. 
 
ઉપાય 
જો તમે શનિની મહાદશામાંથી ગુજરી રહ્યા છો તો પાંચ મંગળવાર હનુમાનજીને લાલ લંગોટ ચઢાવો. બધા પ્રકારના અનુષ્ઠાન કરો અને ક્ષમતાનુસાર દાન પુણ્ય કરો. જો બૃહસ્પતિની મહાદશામાંથી પસાર થઈ રહ્યા છો તો વધારે કઈક કરવાની જરૂર નથી , પણ એને ઉપર રાહુ કે કેતુની મહાદશા ચાલી રહી છે એને દિવસમાં  ત્રણ વાર દેવી કવચના પાઠ કરવા જોઈએ. અંતમાં કોઈ પણ ગ્રહની દશા કે મહાદશાથી બચવા માટે નિયમિત હમુમાન ચાલીસાના પાઠ કરો.