1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (12:23 IST)

વૃષભ રાશિફળ 2016 - જાણો કેવુ રહેશે વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2016

નવા વર્ષ આવી રહ્યા છે. હોઈ શકે કે તમારી કોઈ ન કોઈ ઈચ્છા જે ગયા વર્ષમાં પૂરી નહી થઈ હોય. પણ એના માટે તમને વધારે અધીર થવાની જરૂર નહી જેમ કહ્યું છે "ગયું એ જવા દે અને આવતાનું સ્વાગત કર" જૂની વાતો જૂના વર્ષમાં છોડી અને નવા વર્ષમાં કરો નવી પ્લાનિંગ વૈદિક જ્યોતિષ પર આધારિત વૃષભ રાશિફળ 2016ની સાથે. 

નવા વર્ષમાં કેટલાક સવાલોના પણ જાણવું જરૂરી છે જેમ કે આવતું વર્ષ શું ખાસ લઈને આવી રહ્યા છે ? કઈ -કઈ સાવાધાની રાખવી પડશે ? ક્યું દિવસ શુભ ફળ આપશે   ? આવો જાણીએ વૈદિક જ્યોતિષ પર આધારિત ભવિષ્યફળમાં શોધીએ આ સવાલોના જવાબ 
વૃષભ રાશિફળ 2016
નવા વર્ષમાં પ્રવેશ કરતા જ તમારી લાઈફમાં ઘણા બધા ફેરફાર  આવે છે અને ફેરફાર આવે એ જરૂરી પણ છે. પણ દરેક  જાણવા ઈચ્છે છે કે આ ફેરફાર સકારાત્મક થશે કે નકારાત્મક આવો જાણીએ વૈદિક જ્યોતિષ મુજબ  એ ફેરફાર વિશે વૃષભ રાશિફળ 2016ના માધ્યમથી 

ભવિષ્યફળ
 
ભવિષ્યફળ  વિશે ચર્ચા કરતા પહેલા એ  જરૂરી છે કે 2016માં ગ્રહોની સ્થિતિઓનો  અધ્યયન કરવામાં આવે.  કારણ કે સંપૂર્ણ ભવિષ્યફળ ગ્રહોના ચાલ પર 
નિર્ભર રહે છે. ગ્રહોની તરફ જોવાય તો વર્ષના શરૂઆતમાં શનિ વૃશ્ચિકમાં અને ગુરૂ સિંહમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુ અને કેતુ એમની વર્તમાન અવસ્થામાં રહ્યા  પછી એટલે કે 31 જાન્યુઆરી પછી ક્રમશ સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. પૂરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત આ ભવિષ્યફળને વાંચ્યા પછી તમે વર્ષ 2016માં થતી ગતિવિધિઓથી પહેલા પરિચિત થઈ જશો અને નવા વર્ષની સટીક યોજના બનાવવામાં સફળ રહેશો. 
 
પારિવારિક જીવન 
 નવા વર્ષમાં તમારી પારિવારિક સ્થિતિ સારી રહેશે. જરૂરી છે કે બધા લોકો સાથે પ્રેમ અને પરસ્પર સૌહાર્દના સાથે વ્યવહાર કરશો. 
પરિવારના લોકોની સલાહ પર અમલ કરવુ  તમારા માટે લાભદાયી થઈ શકે છે , પણ એના વિરૂદ્ધ જવું ઘાતક થઈ શકે છે. શનિના સાતમા ભાવમાં હોવાના કારણે યોગકારક યોગ બની રહ્યા છે , જે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. પણ વધારે હાનિ હોવાની કોઈ શકયતા નથી. માતા સાથે થોડા ગુસ્સે થઈ શકો છો અને એના સ્વાસ્થય સંબંધી પણ કેટલીક પરેશાનીઓ થઈ શકે છે આથી એમનુ પુરૂ ધ્યાન રાખો અને વ્યવહારોમાં સંયમ રાખો. પિતા સાથે તમારા સંબંધ સારા રહેશે. આ વર્ષ એ માટે સારા સિદ્ધ થશે અને કારોબારમાં લાભ થશે. તમારી સાથે તમારા જીવનસાથીના પણ સંબંધ  માતા સાથે ખરાબ રહેશે અને પિતા સાથે મધુર. આ તમારા માટે યોગ્ય નથી. 
 
સ્વાસ્થ્ય 
સામાન્યત : તમે નિરોગી કાયાના સ્વામી છો. આ વર્ષે તમે રોગ મુક્ત રહેશો. પણ કેટલાક લોકો જાડાપણાનો શિકાર થઈ શકે છે. આથી ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે . ઓગસ્ટ પછી મસાલેદાર અને તેલવાળા આહાર પ્રત્યે તમારી રૂચિ વધશે , એને નિયંત્રિત કરવાની કોશિશ કરો. આળસનો  ત્યાગ કરી અને સ્ફૂર્તિ માટે વ્યાયામ કરો. આમ તો સમયની સાથે કેટલીક પરેશાનીઓ થઈ શકે છે . જેમ કે પેટ આંતરડા અને સાંધાના દુખાવો  ઉપરાંત માથાનો દુ:ખાવો  અને આંખોમાં દુ:ખાવો રહેવાની શક્યતા છે. આથી આરોગ્યને લઈને કોઈ બેદરકારી ના કરો. 

આર્થિક સ્થિતિ 
તમારી આર્થિક સ્થિતિ વિશે શું કહેવું,  આ વર્ષે તો તમારી વાહ-વાહ રહેશે. ઓગસ્ટ મહિના પછી તો સ્થિતિ સુદૃઢ થશે. વિભિન્ન સ્ત્રોતોથી ધનનું  આગમન થશે. શેયર બજારથી પણ લાભ થવાની શકયતા છે પણ ઓગસ્ટ  પછી.  આ મહિના પહેલા આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે. ખર્ચા પર નિયંત્રણ અને ભાવનાઓ પર કાબૂ રાખવાની જરૂર છે. વ્યર્થની ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે આ વર્ષે તમારુ  જીવન એક ધનવાન સેઠની જેમ વીતશે. 
 
નોકરી-
જો તમે નોકરીયાત છો તો આ વર્ષ કોઈ ખાસ સારું નથી. લોકો તમારા વિરૂદ્ધ  ષડયંત્ર પણ બનાવી શકે છે. કારણ વગર  તમારા ઉપર આરોપ પણ લગાવી શકે છે. જેથી તમે તનાવ અનુભવશો. તમારી આંખ કામ ખોલીને રાખો નહી તો સ્થિતિઓ તમારા કાબૂથી બહાર થઈ શકે છે. તમારા માટે આ જરૂરી છે કે જ્યારે સુધી તમારી નોકરી ન લાગે, વરિષ્ઠ લોકો સાથે તમારા સંબંધ બનાવી રાખો. નહી તો પરેશાનીઓ વધી શકે છે અને નોકરી પણ ગુમાવી શકો છો.  સરકારી નોકરીવાળાને વધારે નુકશાન થઈ શકે છે આથી સાવધાની રાખવી. 
 
ધંધા
ધંધાદારીઓને પરિશ્રમનું  ફળ મળશે . જો તમારા જીવનસાથી પણ વ્યાપારમાં ભાગીદાર છે તો લાભ વધારે થઈ શકે છે. આમ તો તમારા ઉપર દગાબાજી  અને વિશ્વાવસઘાતના આરોપ લગી શકે છે આથી આર્થિક બાબતોમાં સાવધાની રાખો. વ્યાજ પર પૈસા આપતા વધારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ઓગસ્ટ  સુધી સ્મય તમારા માટે અનૂકૂળ નથી આ મહિના પછી નિશ્ચિત જ તમારા દિવસો સારા આવશે અને ભાગ્ય તમારા દ્વાર પર પધારશે. તમને અનેક મુશેકેલીઓનો સામનો કરવો  પડે પણ તમારું ખિસ્સુ ક્યારે પણ ખાલી નહી રહે. 
 
પ્રેમ-સંબંધ 
નવું વર્ષ તમારા માટે પ્રેમ સંબંધોમાં મિઠાસ લાવશે. એકબીજા સાથે તમે હસીન ક્ષણ  વિતાવશો. શરૂઆતમાં થોડી મુશેકેલીઓના સામનો કરવો પડી શકે છે પણ સમયની સાથે સંબંધોમાં પ્રગાઢતા આવશે. આમ તો પ્રેમનો વાસ્ત્તવિક અહેસાસ  અને આનંદ તમને ઓગસ્ટ પછી જ મળશે. આ વર્ષે જે વાતનું  ધ્યાન રાખવાનું  છે એ  છે કે જ્યારે પણ બુધ અસ્ત થશે કે સિંહ કે કુંભમાં પ્રવેશ કરશે એ સમયે જીવનસાથી ઉપર કોઈ પ્રકારની શંકા કરવાથી બચવું, નહી તો સંબંધો બગડી શકે છે.  વ્યવહારમાં સંયમ રાખો અને પાર્ટનર ઉપર વિશ્વાસ કરવું શીખો. 
 
સેક્સ લાઈફ્   
આ વર્ષ કામદેવ તમારા ઉપર મેહરબાન છે કારણ કે તમને  યૌન સુખનો ભરપૂર આનંદ મળશે.  જીવનસાથી સાથે વાસ્તવિક જોડાવ અનુભવશો . આમ તો કામદેવ માત્ર અવિવાહિત લોકો પર જ મેહરબાન છે વિવાહિત લોકોને થોડા નિરાશ થવુ પડશે. યૌન સુખની આ કમી તમારા લગ્ન બાહ્ય સંબંધોને જન્મ આપી શકે છે. આ વર્ષ તમારા એકથી વધારે સંબંધ બની શકે છે. તમે વિશ્વાસ ન કરો પણ યૌન સુખ તમને આ વર્ષ ઘા કરશે. 
 
સાવધાની રાખવાના  દિવસો 
 
જ્યારે પણ ચંદ્રમા સિંહ અને કુંભ અને મેષ કે ધનુમાં પ્રવેશ કરે એ સમયે તમારા વ્યવ્હારને લઈને વધારે સાવધાન રહેવું. આ સમયમાં કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું. બીજી તરફ મંગળ વૃશ્ચિક, કુંભ કે સિંહમાં પ્રવેશ કરતા શાંતિ અને સંયમથી કામ લેવું. માર્ચ 19 થી એપ્રિલ 3 અને સપ્ટેમ્બર 12થી ઓક્ટોબર 10 સુધી પારિવારિક અને આર્થિક બાબતો સાથે  સંબંધિત નિર્ણય ન લેવો. 

ઉપાય - ખુદને  નિયંત્રિત રાખવું વિશ્વનો  સૌથી મોટું ઉપાય છે , પણ બધા માટે શકય નથી. જો તમે શનિની અંત:દશા કે મહાદશામાંથી પસાર થઈ રહ્યા છો તો દશરથ રચિત શનિ સ્ત્રોત અને હનુમના ચાલીસાનો પાઠ કરવો કારગર સિદ્ધ થાય બીજી તરફ જો તમારા ઉપર બૃહસ્પતિની અંત:દશા કે મહાદશા ચાલી રહી છે તો બૃહસ્પતિના બીજ મંત્રના જાપ કરો. પીળા વસ્ત્ર ધારણ કરો અને ગુરૂવારે ઉપવાસ કરો. જે લોકો રાહુ અને કેતુની અંત:દશા કે મહાદશામાંથી પસાર થઈ રહ્યા છે તો એ લોકો દુર્ગા સપ્તશીના દિવસે ત્રણ વાર પાઠ કરો.