બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Modified: ધર્મ ડેસ્ક. , ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (10:50 IST)

Ayodhya Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી ? જાણો આનુ ખાસ કારણ

HIGHLIGHTS
 
ભગવાન રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે.
Ayodhya Ram Mandir
Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરી સોમવારના દિવસે અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં થવા જઈ રહેલ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની બધા દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  
રામના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તિથિ કોઈ સામાન્ય તિથિ નથી, પરંતુ તેની પાછળ ખૂબ જ વિશેષ મહત્વ છુપાયેલું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પ્રાણ પ્રતિષ્ઠા માટે  22 જાન્યુઆરી, સોમવાર નો દિવસ જ કેમ  પસંદ કરવામાં આવ્યો.
 
આ કારણે પસંદ કરવામાં આવી  આ તારીખ 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામનો જન્મ અભિજીત મુહૂર્તમા થયો હતો. 22 જાન્યુઆરી, સોમવારના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં અભિજીત મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે. આવામાં આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગીને 11 મિનિટથી શરૂ થશે જે 12 વાગીને 54 મિનિટ સુધી રહેવાનુ છે.  આ જ કારણ છે કે આ તિથિને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠ માટે પસંદ કરવામાં આવ્યુ છે. સાથે જ એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે આ શુભ મુહૂઓર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી પ્રભુ શ્રી રામ સદૈવ મૂર્તિની અંદર વિરાજમાન રહેશે. 
 
રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત  (Prana Pratishtha Muhurat)
સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પંચાગ મુજબ શુભ મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે. આવામાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024 પોષ મહિનાના દ્વાદશી તિથિને પસંદ કરવામાં આવી છે. આ વિશેષ તિથિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ જેવા અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દરમિયા પ્રાણ પ્રતિષ્ઠાનુ શુભ મુહૂર્ત 12 વાગીને 29 મિનિટથી 12 વાગીને 30 મિનિટ સુધી રહેવાનુ છે. આ દરમિયા ન મૃગશિરા નક્ષત્ર રહેશે.