રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Updated : મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (13:17 IST)

મોદી નહીં હોય પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય યજમાન

Ayodhya ram mandir updates
- પીએમ મોદી મુખ્ય યજમાન નથી.
- ઘરોમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે.
- સવારે 9.30 કલાકે શરૂ થનારી પૂજામાં 121 બ્રાહ્મણો ભાગ લેશે.
 
Ayodhya Ram mandir- અયોધ્યામાં 22 જાન્યુઆરીને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશેૢ અત્યારે સુધી આ રીતના સમાચાર હતા કે PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મુખ્ય યજમાન થઈ શકે છે. પણ પ્રાણ પ્રતિષ્ઠાનુ મુહુર્ત કાઢનારા પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરનારા પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત અને રામાનંદ સંપ્રદાયના શ્રીમથ ટ્રસ્ટના મહાસચિવ સ્વામી રામવિનય દાસે દાવો કર્યો છે કે પીએમ મોદી મુખ્ય યજમાન નથી.

તેમજ મુખ્ય યજમાન સાથે પૂજાના બધા વિધાન કરવાની જવાબદારી અનિલ મિશ્રા કરશે. કરવું મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા આ કાર્યક્રમના મુખ્ય હોસ્ટ હશે. અનિલ મિશ્રા સપત્નિક ત્યાં મુખ્ય યજમાન તરીકે ભાગ લેશે અને તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરશે.
 
વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ મંત્રો આપવામાં આવ્યા છે. PM મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, RSS વડા મોહન ભાગવત પણ પ્રાણ પ્રતિષ્ઠા વિધાન દરમિયાન હાજર રહેશે.

આજથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ રહી છે. સૌ પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની શરૂઆત પ્રયાશ્ચિત પૂજાથી થશે. આચાર્ય તપશ્ચર્યા અને કર્મકુટી પૂજન કરાવશે. આ પૂજા લગભગ 5 કલાક સુધી ચાલશે. જેમાં યજમાન તપ આરાધનાથી પૂજાની શરૂઆત કરશે.