ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (13:43 IST)

શ્રીરામ અને ખિસકોલીની રોચક કથા

રામ સેતુ બનાવવામાં ખિસકોલીનુ યોગદાન

Ram and the squirrel
Ram and the squirrel
Ram Setu story: માન્યતા મુજબ ખિસકોલી અને શ્રીરામ સાથે જોડાયેલ બે કથાઓ મળે છે.  પહેલી કથા અનુસાર વનમાં શ્રીરામનો પગ ભૂલથી એક ખિસકોલી પર પડી જાય છે અને બીજી કથા રામસેતુ સાથે જોડાયેલી છે. અહી રજુ કરીએ છે રામસેતુ સાથે જોડાયેલ ખિસકોલીની અદ્દભૂત રોચક કથા.  ઉક્ત કથાઓને કારણે જ ખિસકોલીને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈના દ્વારા ભૂલથી પણ ખિસકોલી મરી જાય છે તો તેને મંદિરમાં સોનાની ખિસકોલી બનાવીને અર્પિત કરવી પડે છે ત્યારે આ દોષથી મુક્તિ મળે છે. 
 
રામ સેતુ બનાવવામાં ખિસકોલીનુ યોગદાન 
રામ સેતુ બનાવવામાં ખિસકોલીનુ પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે બધી ખિસકોલી પોતાના મોઢામાં માટી ભરીને લાવતીહતી અને પત્થરોની વચ્ચે ભરી દેતી હતી.  આ દરમિયાન તેમણે વાનરોના પગ વચ્ચેથી પસાર થવુ પડતુ હતુ. વાનરો પણ આ ખિસકોલીથી પરેશાન થઈ ગયા હતા. કારણ કે તેમણે પણ ખિસકોલીને બચાવતા નીકળવુ પડતુ હતુ.  પરંતુ વાનરોને એ નથી ખબર કે આ ખિસકોલીઓ આમ તેમ કેમ દોડી રહી છે. ત્યારે એક વાનરે ચીસ પાડીને કહ્યુ તમે લોકો આમતેમ કેમ ભાગી રહ્યા છે. તુ અમારા કામમાં મોડુ કરી રહી છે. 
 
ત્યારે તેમાથી એક વાનરે ગુસ્સામાં આવીને એક ખિસકોલીને ઉઠાવી અને તેને હવામાં ઉછાળીને ફેંકી દીધી. હવામાં ઉડતી ખિસકોલી ભગવાન રામનુ નામ લેતી સીધી શ્રીરામના હાથમાં જ આવીને પડી. પ્રભુ રામે સ્વયં તેને બચાવી હતી. તે જેવી તેમના હાથમાં આવીને પડી અને તેણે આંખ ખોલીને જોયુ તો પ્રભુ શ્રીરામને જોતા જ તે ખુશ થઈ ગઈ.  તેણે શ્રીરામને કહ્યુ કે મારુ જીવન સફળ થઈ ગયુ, કે હુ તમારા શરણમાં આવી. 
 
 ત્યારે શ્રીરામ ઉઠ્યા અને વાનરોને કહ્યુ કે તમે આ ખિસકોલીને કેમ આ રીતે અપમાનિત કરી. શ્રીરામે કહ્યુ કે શુ તમે જાણો છો ખિસકોલી દ્વારા સમુદ્રમાં નાખવામાં આવેલ નાના પત્થરો તમારા દ્વારા ફેંકવામાં આવેલા મોટા પત્થરો વચ્ચે 
વચ્ચેના ગેપને ભરી રહી છે ?  જેને કારણે આ પુલ મજબૂત બનશે. આ સાંભળીને વાનર સેનાને પોતાની જાત પર શરમ આવી. તેમણે પ્રભુ રામ અને ખિસકોલી પાસે ક્ષમા માંગી. 
 
ત્યારે શ્રીરામે હાથમાં પકડેલી ખિસકોલીને પોતાની પાસે લાવ્યા અને તેની પાસે આ ઘટના માટે ક્ષમા માંગી. તેના કાર્યની પ્રશંસા કરતા તેમણે તેની પીઠ પર પોતાના આંગળીઓથી સ્પર્શ કર્યુ. શ્રીરામના આ સ્પર્શને કારણે ખિસકોલીના પીઠ પર ત્રણ રેખાઓ બની ગઈ. જે આજે પણ દરેક ખિસકોલીની ઉપર શ્રીરામની નિશાનીના રૂપમાં રહેલી છે.  આ ત્રણ રેખાઓ રામ, લક્ષ્મણ અને સીતાનુ પ્રતીક છે.