બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારું ગુજરાત
  3. વડોદરા સમાચાર
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2023 (14:55 IST)

વડોદરામાં નાતાલ પૂર્વે જ હોબાળો, સાંતાક્લોઝ પર હુમલો, ફાધરનાં કપડાં ફાડી નાખ્યાં હોવાના આક્ષેપ

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અવધૂત સોસાયટીમાં નાતાલની ઉજવણી પૂર્વે સાન્તાક્લોઝ ના વેશમાં આવેલા યુવક સહિત ચાર વ્યક્તિ પર કેટલાક માથાભારે યુવકોએ આ હિન્દુ વિસ્તાર છે તેમ કહી હુમલો કર્યો હતો જે અંગે ગઈ મોડી રાત્રે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ક્રિશ્ચિયન સમાજના અગ્રણીઓએ પહોંચી જઈ રજૂઆત કરી હતી તે બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આગામી 25મી ડિસેમ્બરના રોજ નાતાલનો તહેવાર શાંતિપૂર્ણ રીતે જોવાય તે માટે પોલીસ તંત્ર બંદોબસ્ત ગોઠવી રહ્યું છે તો બીજી બાજુ ગઈકાલે નાતાલ પૂર્વે મકરપુરા વિસ્તારની અવધૂત સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવારના નિવાસ્થાને શશીકાંત ડાભી, સાન્તાક્લોઝની વેશભૂષા ધારણ કરી તેમની સાથે તેમના પિતા અમૃતભાઈ અને ખ્રિસ્તી સમાજના કેટલાક અગ્રણીઓ ખ્રિસ્તી વધામણાની ઉજવણી કરવા પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઉજવણી ચાલી રહી હતી ત્યારે અચાનક કેટલાક માથાભારે ઈસમો નું ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને ખ્રિસ્તી વધામણા ની ઉજવણી રોકી દઈ હોબાળો મચાવ્યો હતો, અને શાંતા ક્લોઝ પર હુમલો કર્યો હતો અને ડ્રેસ કાઢી નાખવા ફરજ પાડી હતી આ ઉજવણીમાં ભાગ લેનારા તમામને ધમકી આપી હતી કે આ વિસ્તાર હિન્દુઓનો વિસ્તાર છે જેથી અહીં તમારે આ પ્રકારની ઉજવણી કરવાની નથી તેમ કહી હુમલો કર્યો હતો જેમાં સામસામે ઝપાઝપીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી.આ બનાવ અંગે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાંથી સમગ્ર હતી હકીકત જાણીને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હતી જે બાદ પોલીસે એક્શનમાં આવી માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.