શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (15:31 IST)

ઇન્ફોસિસ : 53 હજાર કરોડ એક જ દિવસમાં કેવી રીતે ડૂબ્યા?

આઈટી ક્ષેત્રની મોટી કંપની ઇન્ફોસિસના શૅરમાં મંગળવારે અંદાજે 17 ટકાનો ઘટાડો થયો હતો. ગત છ વર્ષમાં એક દિવસમાં આવેલો સૌથી મોટો કડાકો હતો, જેના કારણે રોકાણકારોને 53 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
મંગળવારે માર્કેટ બંધ થયા પછી ઇન્ફોસિસની માર્કેટ કૅપિટલાઈજેશન અથવા એમકૅપ 2.74 લાખ કરોડ રૂપિયા હતી, જે ગત સત્રમાં 3.27 લાખ કરોડ રૂપિયા રહી હતી. માર્કેટ કૅપિટલાઈજેશનનો અર્થ શૅરબજારમાં કંપનીના વ્યાપાર મૂલ્યથી થાય છે.
આ કડાકો કંપનીના મૅનેજમૅન્ટ પર ગંભીર આરોપ લાગ્યાના એક દિવસ પછી આવ્યો છે.
ભારતની બીજી સૌથી મોટી આઈટી સર્વિસ કંપનીએ કહ્યું કે તેમને અજાણ્યા વ્હિસલબ્લોઅર્સ તરફથી ફરિયાદ મળી છે કે કંપનીમાં ખોટી રીત અપનાવવામાં આવે છે.
વ્હિસલબ્લોઅર્સે ઇન્ફોસિસના સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નિલંજન રૉય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે કંપનીની આવક અને નફાને વધારીને દેખાડવા માટે ખાતાવહીમાં હેરફેર કરવાના પ્રયત્નો કર્યા.
બોર્ડને સંબોધીને લખેલી ચિઠ્ઠીઓમાં ફરિયાદીઓએ તપાસની માગ કરી અને તરત જ કાર્યવાહી કરવાની અપીલ કરી.
વ્હિસલબ્લોઅર્સે લખ્યું કે તે પોતે કરેલા આક્ષેપની સાબિતી માટે ઇ-મેઇલ અને વૉઇસ રેકૉર્ડિંગ પણ આપી શકે છે.
ત્યારે ઇન્ફોસિસના ચૅરમૅન નંદન નીલેકણીએ મામલાની તપાસ કરાવવાની પણ વાત કરી છે.
ઇન્ફોસિસે કહ્યું કે ફરિયાદને કંપનીની વ્હિસલબ્લોઅર પૉલિસી હેઠળ જોવામાં આવશે.
નંદન નીલેકણીએ કહ્યું કે કંપનીની ઑડિટ કમિટી આરોપોની સ્વતંત્ર તપાસ કરશે.
નીલેકણીએ કહ્યું કે એક બોર્ડ મેમ્બરને 30 સપ્ટેમ્બરે બે ફરિયાદ મળી હતી, જેના આધારે 20 સપ્ટેમ્બરની તારીખ લખવામાં આવી હતી.
આ ફરિયાદનું ટાઇટલ હતું - 'ડિસ્ટર્બિંગ અનઍથિકલ પ્રૅક્સિસેસ' અને એક તારીખ વિનાની નોટ હતી. જેના પર ટાઇટલ હતું - 'વ્હિસલબ્લોઅર કમ્પ્લેન'
 
ઇન્ફોસિસના ચૅરમૅનના કહેવા પ્રમાણે, "એક ફરિયાદમાં વધારે પડતા આરોપ સીઈઓની અમેરિકા અને મુંબઈની આંતરરાષ્ટ્રીયયાત્રા સંબંધિત છે."
સ્ટૉક ઍક્સ્ચેન્જને આપેલા નિવેદનમાં નીલેકણીએ કહ્યું કે બંને ફરિયાદોને 10 ઑક્ટોબરે ઑડિટ કમિટીની પાસે મોકલવામાં આવી છે અને પછી એક દિવસ પછી બોર્ડના બિનકાર્યકારી સભ્યોને મોકલવામાં આવી.
નીલેકણીના કહેવા પ્રમાણે, "11 ઑક્ટોબરે બોર્ડ મિટિંગ પછી ઑડિટ કમિટીએ પ્રારંભિક તપાસ માટે સ્વતંત્ર આંતરિક ઑડિટર સાથે વાતચીત શરૂ કરી."
"ઑડિટ કમિટીએ હવે એક લૉ ફર્મ, શાર્દૂલ અમરચંદ મંગળદાસ ઍન્ડ કંપનીને તપાસનું કામ સોંપવામાં આવ્યું છે."
તેમના મુજબ તપાસનાં પરિણામોના આધારે બોર્ડ જરૂરી પગલાં ઉઠાવશે.
ઇન્ફોસિસના ચૅરમૅન નંદન નીલેકણીએ એ પણ કહ્યું કે સીઈઓ અને સીએફઓને આ મામલાથી અલગ કરી દેવામાં આવ્યા છે, જેથી સ્વતંત્ર તપાસ કરી શકાય.
ગત બે વર્ષમાં વ્હિસલબ્લોઅર્સની ઘણી ફરિયાદોના કારણે ઇન્ફોસિસ વિવાદોમાં ફસાઈ રહી છે. આ જ કારણે વિશાલ સિક્કાએ સીઈઓનું પદ છોડવું પડ્યું હતું.
 
વ્હિસલબ્લોઅરે શું લખ્યું?
કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદકર્તા કંપનીના જ અજ્ઞાત કર્મચારી છે.
જેમણે પત્રમાં દાવો કર્યો હતો, "ઑડિટર્સ અને કંપનીના બોર્ડ સામે મહત્ત્વની જાણકારીઓને છુપાવવામાં આવી હતી."
"કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે તે ઑડિટર્સને મોટી ડીલની જાણકારી ન આપે. વેરિજૉન, ઇન્ટેલ અને જાપાનમાં જેવી કંપનીઓની સાથે બે મોટી ડીલ થઈ છે, જેમાં રેવન્યૂનો મામલો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ન હતો."
"સીઈઓ રિવ્યૂ અને અપ્રૂવલ્સને નજરઅંદાજ કરી રહ્યા છે અને સેલ્સ ટીમને આદેશ આપી રહ્યા છે કે તે અપ્રૂવલ માટે મેઇલ ન કરે."
આ પત્રમાં તેમણે એ પણ લખ્યું હતું કે, "ગત ત્રિમાસિક ગાળામાં અમને કહેવામાં આવ્યું કે વિઝા કૉસ્ટને સંપૂર્ણ રીતે જોડવામાં ન આવે જેથી કંપનીનો લાભ સારો દેખાઈ શકે."
"અમે તેનું વૉઇસ રેકૉર્ડિંગ પણ કરી લીધું છે. નાણાકીય વર્ષ 2019-20માં ત્રિમાસિક પરિણામો દરમિયાન અમારી પર એ વાત પર દબાણ કરવામાં આવ્યું કે પાંચ કરોડ ડૉલરના અપફ્રન્ટ પેમેન્ટને પરત કરવાનો ઉલ્લેખ કરવામાં આવે."
"આવું થવાથી કંપનીનો લાભ ઓછો જોવા મળશે અને આની અસર શૅરની કિંમતો પર થશે."
સમાચાર પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં ઇન્ફોસિસે વિશ્લેષકો સાથે કૉન્ફરન્સ કૉલ પણ કર્યો હતો.
આમાં એક વિશ્લેષકે અનબિલ્ડ રેવન્યૂમાં અસામાન્ય ઉછાળાને લઈને સવાલ ઊભા કર્યા હતા અને પૂછ્યું હતું કે એકાઉન્ટિંગ પૉલિસીમાં પણ ફેરફાર કર્યો છે?
જે અનબિલ્ડ રેવન્યૂ ભંડોળ હોય છે, જેને ગ્રાહકને બિલ આપ્યા પહેલાં જ જોડી લેવામાં આવે છે.
આ પ્રકારનું ભંડોળ 2018-19માં 10-11 ટકા હતું, જે આ નાણાકીય વર્ષ પહેલાં છ મહિનામાં વધીને 24-25% થઈ ગયું હતું.
પરંતુ આ સવાલના જવાબમાં કંપનીએ કહ્યું કે એકાઉન્ટિંગ પૉલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.
 
કંપનીની છબીને ધક્કો લાગશે'
ઇન્ફોસિસે આ વર્ષે 15 ટકાથી વધારે માર્કેટ વેલ્યૂ મેળવી છે.
પરંતુ એનડીટીવી સાથેની વાતચીતમાં વિશ્લેષક અનુરાગ રાણાએ કહ્યું, "જો આ આરોપ સાબિત થશે તો કંપનીની જૂની બ્રાન્ડને ખૂબ જ મોટું નુકસાન થશે."
"ખાસ કરીને આઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં. આનાથી શૉર્ટ ટર્મ સેલ્સને પણ નુકસાન પહોંચશે, કારણ કે ગ્રાહક નવા પ્રોજેક્ટસ માટે બીજા પ્રોવાઇડરને પણ જોશે."
આ આરોપ એવા સમયે લાગ્યા છે જ્યારે સોફ્ટવૅર બનાવનારી કંપનીઓ અને દુનિયાની સૌથી મોટી બૅન્ક અને રિટેલરોને સર્વિસ દેવાવાળી ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડનો વેપાર ભારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
ઇન્ડસ્ટ્રી ઑટોમેશન અને ઝડપથી બદલાતી ટૅકનૉલૉજીના ટ્રૅન્ડથી લડી રહ્યા છે.
પરંપરાગત સર્વિસના કૉન્ટ્રેક્ટ ઠપ પડી રહ્યા છે અને ગભરાયેલા ગ્રાહક પૈસા લગાવવાનું ટાળે છે.
આ મહિને ઇન્ફોસિસે કહ્યું કે તેના ત્રિમાસિક લાભમાં બે ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ એ પડકાર છે, જેની સામનો કરવાનો ઇન્ફોસિસના સીઈઓ સલિલ પારેખ પ્રયત્ન કરી રહ્યા હતા.
એના માટે તેમણે ડિજિટલ સર્વિસમાં કામ વધારવા, કોર ઑફરિંગમાં ફરીથી ઝડપ લાવવા, કર્મચારીઓની સ્કિલ્સ વધારવા અને અમેરિકાના માર્કેટમાં સ્થાનિક લોકોની ભરતી કરવા પર ભાર આપવામાં આવે છે.
અમેરિકામાં એચ-1B વિઝાના નિયમો કડક બનાવ્યા હોવાથી બહારથી મજૂરો મંગાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે.