સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 ડિસેમ્બર 2019 (14:05 IST)

રામલીલા મેદાન : નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મારા માટે દેશના સામાન્ય નાગરિક મારા VIP છે'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજાઈ છે. જેમાં તેઓ સભાને સંબોધી રહ્યા છે.
કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદો લાવી ત્યારથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
ઉત્તર-પૂર્વ સહિત ઘણાં રાજ્યોમાં તેનો વિરોધ થયો છે, તો કેટલાક લોકો આ કાયદાને સમર્થન પણ આપી રહ્યા છે.
વડા પ્રધાનની આ રેલીને દિલ્હીમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારના રૂપમાં જોવામાં આવે છે.
સભામાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
સભાની શરૂઆતમાં નરેન્દ્ર મોદીએ વિવિધતામાં એકતાના સ્લોગન અને ભારત માતાની જયના નારા લગાવડાવ્યા હતા.
તેમણે દિલ્હીની કોલોનીઓનો મુદ્દો ઉપસ્થિત કરીને કહ્યું કે ઘર પર અધિકાર મળવાની ખુશી શું હોય છે તે આજે રામલીલા મેદાનમાં જોઈ શકાય છે.
ધન્યવાદ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ચૂંટણી આવતા વાયદા થાય છે, પણ સમસ્યા ત્યાં ને ત્યાં રહી જાય છે."
'મારા માટે દેશના સામાન્ય નાગરિક મારા VIP છે' - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
શહેરમાં પ્રદૂષણ ઓછુ થાય તે માટે અમે સતત પ્રયાસ કર્યો. દિલ્હીમાં સેંકડો નવા સીએનજી સ્ટેશન લગાવવામાં આવ્યા.
હજારો ઇંટભઠ્ઠાઓને નવી ટૅકનિક આપવામાં આવી. પ્રદૂષણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે.
દિલ્હીની રાજ્યસરકારે સૌથી મોટા પ્રદૂષણ સામે આંખો બંધ કરી દીધી છે.
આમ આદમીની સરકારનું નામ લીધા વગર પાણીની વાત કરી સરકાર પર પ્રહાર કર્યો.
વિગતો ઉમેરાઈ રહી છે.