શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (17:29 IST)

Cancer -જાણો કેવા હોય છે કર્ક રાશિના લોકો

કર્ક - શારીરિક બાંધો
કર્ક રાશીની વ્‍યક્તિના હાથની બનાવટ ચપટ હોય છે. તેમની આંગળીઓ મોટી હોય છે. હથેળી કોમળ હોય છે અને ઉભાર વધારે હોય છે. તેમના ગળા, હાથ, કે ઇન્‍દ્રીય પર તલનું નિશાન હોય છે. કપાળ પર તલ અથવા ઘા ની નિશાની હશે.
કર્ક - વ્યવસાય
કર્ક રાશીની વ્‍યક્તિ કોઇ પણ વ્‍યવસાય દ્વારા પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે. તેમને ઉદ્યોગ અને વ્‍યવસાય દ્વારા સારી સફળતા મળે છે. તેઓ માનસિક શ્રમને વધારે મહત્‍વ આપે છે. કલાત્‍મક કામમાં વધારે રસ દાખવે છે. ઠંડા-ગરમ પીણા, સુગંધીત પદાર્થ, કલાત્‍મક અને સજાવટની વસ્‍તુઓ, ફોટોગ્રાફી, ચિત્રકારી, જ્વેલરી, કથાકાર, પંડીત, કેમિસ્‍ટ, પર્યટક, જ્યોતિષી, ગણીતજ્ઞ, કાપડ, વગેરે દ્વારા સુખ સમૃદ્ધિમાં જીવન પસાર કરી શકે છે. કર્ક રાશીની વ્‍યક્તિ ઉત્તરદાયિત્વનું સન્‍માન કરે છે અને તેનું પાલન કરે છે. તેમને ધન અને ભવિષ્‍યની અસલામતીની ચિંતા રહે છે. જો તેમને તેના ધન તથા જીવન તરફ કોઇ સુરક્ષાનું આશ્વાસન આપે તો મોટા-મોટા કામ કરે છે. વ્યવસાયમાં તે સારી સફળતા મેળવે છે.
 
કર્ક - આર્થિક પક્ષ
કર્ક રાશીની વ્‍યક્તિને ઘન પતિ કે પત્‍ની દ્વારા મળવાની શક્યતા રહે છે. પરંતુ તેમાં કોર્ટની કાર્યવાહી કરવી પડે છે. તેમણે પ્રવાસ વધારે કરવો પડે છે. અને એક લાંબા પ્રવાસ બાદ પોતાના વ્યવસાય અને ધનનું નુકશાન થાય છે. તેમને ૧૪, ૨૬ અને ૩૦ વર્ષની ઉમરમાં નુકશાન થઇ શકે છે. તેઓ અંતર્મૃખી હોય છે. તે પોતાના વિચાર અને ઘનને જાહેર કરતા નથી. તેમનું મુખ્‍ય લક્ષણ ઘનને મુશ્કેલીના સમય માટે બચાવવાનું છે. રૂપીયાની લેવડ-દેવડ તેમના માટે નુકશાન કારક છે.
 
કર્ક - ચરિત્રની વિશેષતા
કર્ક રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - વધારે સંવેદનશીલ, ભાવનાત્‍મકરૂપથી અસુરક્ષિત તથા વિચાર ન કરવા વાળા, સહજવૃતિના, એકાગ્ર નથી થતા, મા બનવાના અને માતૃત્વની ઇચ્‍છા રાખનાર, વંશવાદી, આગ્રહ‍શીલ, ચરિત્ર વિકાસના લક્ષણો - દયાળુ, કરૂણામય, બીજાનું પાલન-પોષણ કરનાર, ભાવનાઓને શાંત કરનાર, ભાવનાઓ પર કાબુ રાખનાર, માનસિક અભિપ્રાય દ્વારા સહજ વૃતિને નિયંત્રિત કરનાર, વધારે પ્રમાણમાં ચેતનાવસ્‍થાને સ્‍વીકાર કરવો. અંતઃ કરણના લક્ષણ - જીવ વિજ્ઞાન તથા માનવ નિર્મિત ભેદને સમાપ્ત કરવાનું કામ કરવું, લોકોને સહાય કરવાના હેતુથી જનસાધારણની ચેતના સાથે જોડાવું, માનવતાના સમુહદાય સાથે સંબંધ હોવાની જાગરૂક્તા, સામાન્‍ય વ્‍યક્તિ, સર્વનો ઉદભવ એક સરખો છે. પોતની ઓળખ થવી. શારીરિક જીવનની ભ્રામક પ્રકૃતિની જાણકારી હોવી.
 
કર્ક - આજીવિકા અને ભાગ્ય
કર્ક રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી ખબર પડે. તેઓ ઓછી મૂળીએ વધારે કામ કરવામાતે તૈયાર રહુ છે. તેમનામાં દુનિયાને ઓળખવાની શક્તિ હોય છે. તેજ તેમને આજીવીકામાં સર્વોત્‍તમ સ્‍થાન અપાવે છે. તેઓ ચિકિત્‍સા શાસ્‍ત્ર તરફ પણ આકર્ષણ ધરાવે છે. અભિનય, નર્સ, દાયણ, પ્રાધ્યાપક, કથાકાર, અર્થશા‍સ્‍િત્ર, જજ, નાવિક, મીકેનિક, પ્લમ્‍બર, ગુપ્‍તચર, મશીન ચલાવનાર, જ્યોતિષ, ગણિતજ્ઞ, ટાઇપિસ્‍ટ, મુનિમ, વગેરે કામ કરી શકે છે. ઘર સંબંધી કામ, પ્લાસ્‍િટક આર્ટ, ભોજનાલય, નેવીમાં અધિકારી, વગેરે અનુકૂળ છે., તેઓ ૨૧ થી ૨૮ વર્ષ સુધી પ્રગતિ ના કામ શરૂ કરી શકે છે. જીવનનો ઉત્તરાર્ધ સારો હોય છે. તેમને જીવનમાં મહેનત વધારે કરવી પડે છે. તેઓ કોઇ એક વિદ્યામાં નિપૂર્ણ હોય છે. નોકરીમાં ચોક્કસ અધિકારી બને છે.
 
કર્ક - ભાગ્યશાળી રંગ
કર્ક રાશીની વ્‍યક્તિ માટે સફેદ, હલ્કો આસમાની, તથા ક્રીમ રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા સફેદ રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં સફેદ રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 
કર્ક - પ્રેમ સંબંધ
કર્ક રાશીની વ્‍યક્તિને ગંભીરતા પસંદ છે. પ્રેમનું ઓછાપણું તેમને પસંદ નથી.સેક્સનો સંબંધ ઘર અને બાળકોને આધારે હોય છે. ભોજન અને સેક્સ ને સરખા સમજે છે. સેક્સમાં રહસ્‍યાત્‍મક તેમને વધુ પ્રિય છે. કર્ક રાશી તરફ આદર્શ વ્‍યક્તિ આકર્ષાય છે. ક્યારેક તેમને પ્રેમમાં નેકશાન પણ થાય છે. પ્રેમમાં સાવધાનીથી પગલા લો. કોઇને વચન આપતા પહેલા સર્વ બાબત પર વિચાર કરો. વિજાતીય સંબંધ - કર્ક રાશીની વ્‍યક્તિનો પ્રેમ એક તરફી હોય છે. તેમને સેક્સ ઘર-પરિવારના આધારે હોય છે. કર્ક રાશીની વ્‍યક્તિને વૃશ્ચ‍િક અને મિથુન રાશી સાથે સારૂ રહે છે. તેઓ પ્રેમમાં કોઇ બંધન સ્‍વીકારતા નથી.
 
કર્ક - મિત્રતા
વૃષભ, મીન, વૃશ્ચિક, તથા કન્‍યા રાશી વચ્‍ચે મિત્રતા રહે છે. અન્‍ય સાથેનો સાથ સારો રહેતો નથી કેમકે તેઓ એકબીજાના આલોચક છે. મેષ, તુલા અને મકર સાથે સારૂ નથી રહેતું, સિંહ, ધનુ, કુંભ અને મિથુન સાથે ઉદાસ રહે છે. વૃશ્ચિક અને મીન સાથે ત્યાં સુધી બને જ્યાં સુધી બંને એકબીજાનું સન્‍માન કરે. મેષ, વૃષભ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા ‍મીન સાથે જલ્‍દી દુશ્‍મની થાય છે. તેમને ૨૦, ૩૨, અને ૪૦ વર્ષની ઉમરે ગુપ્ત શત્રુથી વિશ્વાસધાત કે ષડયંત્રથી નુકશાન થાય છે.
 
કર્ક - પસંદ
કર્ક રાશીની પસંદ બે પ્રકારની હોય છે. એક બીજાને મદદ કરવી જેમકે, દાન આપવું, સમાજસેવાની સંસ્‍થા સાથે જોડાવું, જરૂરતમંદ લોકોને સમય આપવો વગેરે. બીજામાં પોતાને રાજી રાખવા, જેમકે, પાણીમાં તરવું, ઘોડાની સવારી કરવી, ફિલ્‍મ અને નાટકો જોવી વગેરે.
 
 કર્ક - લગ્ન અને દાંપત્ય જીવન
કર્ક રાશીની વ્‍યક્તિને સમાન સ્‍તરના જીવનસાથી પસંદ છે. તેઓ સ્‍વતંત્ર રહેવું વધારે પસંદ કરે છે. પત્‍નીના અધિકારમાં રહેવું કે તેની ખુશામત કરરવું પસંદ નથી. જો જીવન સાથી પોતાના કામમાં હસ્‍તક્ષેપ કરે તો તે પણ પસંદ નથી. તેઓ જીદ્દી હોય છે માટે મુશ્કેલી પણ ઉઠાવે છે. બેકાર ચર્ચા કે કામ પસંદ નથી. તેમને પત્ર લખવાનો અને પત્‍ની માટે સમય નથી રહેતો. ઇમાનદાર હોવાથી રૂપીયા ભેગા થતા નથી.
 
કર્ક - સ્‍વભાવની ખામી
કર્ક રાશીની વ્‍યક્તિ પોતાની મરજી મુજબ કામ કરવામાં જુના વિચારો અને માન્‍યતાનો ત્‍યાગ કરે છે. કોઇ મિત્ર પોતાની કલ્‍પનામાં બંધબેસતો ન આવે તો તેની પણ ઉપેક્ષા કરે છે. તેઓ વિરોધાભાસ ના પ્રતીક છે. અત્‍યંત કઠોર અને વિનમ્ર, દ્રઢ મનનાં અને અત્‍યંત નબળા પણ હોય છે. તેમની ઇચ્‍છાઓ અસંભવ હોય છે. ભાવનાઓ બાળક જેવી હોય છે. ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમનું મન ક્ષણે-ક્ષણે બદલાય છે. ઉપાય- તેમણે સોમવારે ઉપવાસ કરવો જોઇએ. સોળ સોમવારનું વ્રત કરવું જોઇએ. શિવ દતાત્રેય અથવા ગણેશની પૂજા લાભદાયક છે. ચંદ્રનો જાપ પણ સારો રહે છે અને દુઃખ દૂર થાય છે. સફેદ વસ્‍ત્ર, ચોખા, ચાંદી, ઘી, મોતી, સફેદ ફૂલ, કપૂર અને સફેદ વસ્‍તુનું દાન લાભકારી છે. ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રમસે નમઃ - આ મંત્રનાં ૧૧૦૦૦ જાપ કરવાથી મનોકામના થઇ શકે છે. બીજાની નકલ ન કરવી, આલોચના ન કરવી, દેખાવો ન કરવો, ભાવુક ન થવું, સમયના મહત્‍વને સમજવું, અને સતત પ્રયત્‍ન કરવાથી સફળતા જરૂર મળે છે.
 
કર્ક - ભાગ્યશાળી રત્ન
કર્ક રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન મોતી છે. માટે તેમણે ચંદ્ર ખરાબ હોય તો મોતી પહેરવું જોઇએ. સોમવારે ચાંદીમાં મઢાવીને ૪ કે ૬ રત્તીનું સાચુ મોતી અથવા ૮-૧૦ ર‍ત્તીનું ચંદ્રમણી ચંદ્રદેવનું ધ્‍યાન ધરીને તર્જની આંગળીમાં પહેરવું જોઇએ. તેમના માટે પુષ્‍પરાજ પણ ઉપયોગી છે. મંગળ ખરાબ હોય તો મૂંગાને પહેરવો જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે પન્‍ના ને ધારણ કરવાથી સારૂ ફળ મળે છે.
 
કર્ક - વ્યક્તિત્વ
ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમની મની સ્‍િથતિ ક્ષણે-ક્ષણે બદલાય છે. આ રાશી નો સંબંધ પાણી સાથે છે. ચંદ્ર તેનો સ્‍વામી છે. ચંદ્રને મનનો સ્‍વામી પણ માનવામાં આવે છે. તેઓ બીજાના મનની વાતને વગર કહ્યે જાણી લે છે. મોટા ઉદ્યોગપતિઓની રાશી કર્ક હોય છે. તેઓ દ્રઢ પણ હોય છે અને નબળા પણ હોય છે. તેના મનની સ્‍િથતિ સતત બદલાયા રહે છે. તેઓ પોતાની શર્ત ઉપર સજ્જનતા અને વિનમ્રતા દેખાડે છે. તેઓ કલ્પના પ્રધાન અને ભાવુક હોય છે. અજાણ્યા લોકો તેની ભાવનાઓને તથા જીવનની ઘટનાઓને જાણકારી મેળવી લે છે. તેમને જન્‍મ સ્‍થળથી લગાવ હોય છે પરંતુ ચંદ્ર સ્‍થાનફેર માટે મજબુર કરે છે.તેમને માન, સન્‍માન, આદરની વધારે ઇચ્‍છા હોય છે. તેમને મૂર્ખ બનાવવા સહેલા નથી પરંતુ તેઓ સ્‍વયંને મૂર્ખ બનાવી રાખે છે. કર્ક રાશીના લોકો વ્‍યક્તિ, વસ્‍તુ અને પરિસ્‍િથતિમાં ફસાઇ જાય છે. તેઓ ગમે ત્‍યાં જાય પરંતુ જન્‍મસ્‍થળ પર આવવા ઉત્‍સુક હોય છે. કોઇ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્‍યાં સુધી તે છોડતા નથી. તેમને સુરક્ષા અને પૂર્ણતાની ભૂખ હોય છે, પરંતુ તેમને જે જોઇએ તે મળતું નથી, જેની ચિંતા તેમને દિવસ-રાત રહે છે. તેઓ એક સારા અને વિશ્વાસુ મિત્ર હોય છે. તેમને જલ્દીથી રડવું આવે છે તથા તેમને સ્‍િત્રઓ પાસે આશ્રય લેતા પણ જોવામાં આવે છે. તેમણે જુગાર રમવું જોઇએ નહીં કારણ કે તેઓ જુગારમાં હંમેશા હારે છે, અને તે હારનું પરિણામ બહુ ખરાબ આવે છે. તેઓ હંમેશા સજ્જન અને સારા બનવોનો પ્રયત્‍ન કરે છે.
 
 કર્ક - શિક્ષણ
કર્ક રાશીની વ્‍યક્તિ શિક્ષમાં વધારે સફળતા મેળવે છે. તેમને ચિકિત્‍સા શાસ્‍ત્ર તરફ વધારે લગાવ રહે છે. અભિનય, નર્સિંગ, દર્શનશાસ્‍ત્ર, અર્થશાસ્‍ત્ર, કાનૂન, એંજીનિયરીંગ, જ્યોતિષ, ગણિત, વગેરે ક્ષેત્રોમાં શિક્ષા મેળવે છે.
 
 કર્ક - સ્‍વાસ્‍થ્ય
કર્ક રાશીની વ્‍યક્તિની અસર છાતી, સ્‍તન, પેટ, જઠરાગ્ની અને ગુદ્દા પર વધારે હોય છે. માટે તેને લગતા રોગ વધારે થાય છે. તેઓ કફ પ્રકૃતિના અને દુર્બળ શ‍રીરના હોય છે. દેખાવમાં સ્‍થૂળ પણ અંદરથી નબળા હોય છે. વધારે પ્રમાણમાં તેમને પેટનો વિકાર, પાચનક્રિયામાં તકલીફ, માનસિક નબળાઇ, જલોદરની તકલીફ વધારે જોવા મળે છે. ચંદ્ર નબળો હોય તો અનિંદ્રા પણ હોય છે. તેમને ૪૨ થી ૪૯ વર્ષની વચ્‍ચે મૂત્રને લગતો રોગ થઇ શકે છે. ભોજન તેમને પ્રિય હોય છે પરંતુ વધારે લેવું તેમના માટે હાનિકારક છે. કર્ક રાશીની વ્‍યક્તિને નશાવાળા પદાર્થ કે ફરસાણ શરીર માટે સારૂ નથી. સૂર્ય હોય તો પાચનક્રિયા નબળી પડે છે. રા્ત્રિ ભોજન પણ રોગને લાવી શકે છે. થોડું ખાવું શરીર માટે સારૂ છે. આ રાશીની સ્‍ત્રીઓને પ્રસવ સમયે વધારે દર્દ થાય છે. તેઓ શંકાશિલ હોય છે. મુશ્કેલી આવે ત્‍યારે ખીરણીનું મૂળ અથવા મોતીની વીટી પાસે રાખવી જોઇએ.
 
કર્ક - ઘર-પરિવાર
કર્ક રાશીની વ્‍યક્તિ એકલા પ્રગતિ કરી શકતા નથી. માટે તેમણે લગ્ન કરવા જરૂરી છે. તેમને પરિવારને લગતી વાત કરવી વધારે પસંદ છે. માતા-પિતા અને બાળકોની બાબતમાં તેમાને વધારે રસ હોય છે. સુરક્ષ, સમય અને ભોજન તેમના માટે વધારે મહત્‍વપૂર્ણ છે. તેમનું એક બાળક ગૌરવશાળી હોય છે તે તેમને સુખ આપે છે. તેઓ કુટુમ્‍બ માટે કે પ્રિય વ્‍યક્તિ માટે ત્‍યાગ કરે છે પરંતુ તે ત્‍યાગ અહેસાન માનવામાં આવે છે.
 
કર્ક - ભાગ્યશાળી દિવસ
કર્ક રાશીનો ચંદ્ર સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ સોમવાર છે. સાથે બુધવાર અને રવિવાર પણ શુભ હોય છે. શુક્રવારનું વ્રત અને શિવની ઉપાસના હંમેશા લાભકારક છે. જે દિવસે મકર રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
કર્ક - ભાગ્યશાળી અંક
આ રાશી માટે ૨ અને ૭ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે ૨ ની શ્રેણી ૨, ૧૧, ૨૯, ૩૮, ૪૭.... અને ૭ ની શ્રેણી ૭, ૧૬, ૨પ, ૩૪, ૪૩.... શુભ રહે છે. તે ઉપરાંત ૩, ૬, ૮, ૯ અંક સામાન્‍ય અને ૪ અંક અશુભ છે.