બિહાર ચૂંટણી પ્રચારમાં નેતાઓની જીભ બની ઝેરીલી, લાલુએ અમિત શાહને નરભક્ષી ગણાવ્યા

lalu vs amit shah
Last Updated: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (11:38 IST)
બિહારમાં જેમ જેમ થઈ રહ્યો છે. નેતાઓની જીભ પણ એટલી જ ઝેરીલી બની રહી છે. બેગુસરાયમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે આરજેડી પ્રમુખ યાદવને જંગલરાજના જનક ગણાવતા જ લાલુ ભડકી ઉઠ્યા અને તમામ પ્રકારની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા અમિત શાહને નરભક્ષી અને તડીપાર ગણાવ્યા હતા.

આમ તો જંગલરાજની વાત આ પહેઅલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી હતી અને ત્યારબાદ તો ભાજપના નેતાઓએ તેનો વ્યાપક ઉપયોગ કર્યો છે. જેનાથી આમેય લાલુ રોષે ભરાયેલા છે ત્યા અમિત શાહે ફરીથી તેમના ઘા પર મીઠુ ભભરાવ્યુ હતુ આથી ગુસ્સે ભરાયેલા લાલુએ અમિત શાહને નરભક્ષી ગણાવ્યા હતા અને તેઓ ત્યાજ અટક્યા નહી પણ તેમને કુકર્મી પણ ગણાવી દીધા હત. ચુંટણીની મોસમને જોતા તેમણે અમિત શાહને જાતિગત વસ્તીગણતતી આંકડાઓ રજુ કરવાનો પડકાર ફેક્યો છે.

ટ્વીટરના માધ્યમે પોતાની વાતને રજુ કરતા લાલુએ જણાવ્યુ કે ભાજપની એટલી ઓકાત નથી કે તે અનામત પર પુર્નવિચાર કરી શકે. જે રીતે લાલુએ પર વળતો હુમલો કર્યો છે તે જોતા આગામી દિવસોમાં બંને પક્ષો વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધની શક્યતા થઈ રહી છે.


આ પણ વાંચો :