ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ઋત્વિકની કૃષ 3માં અમિતાભ બચ્ચનનો અવાજ !

P.R

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના કહેવા પર ઋત્વિક રોશન અભિનીત 'કૃષ 3'માં પોતાનો અસરદાર અવાજ આપ્યો છે. 70 વર્ષના બચ્ચને શનિવારે સવારે પોતાના બ્લોગમાં લખ્યુ, '7 વાગ્યે ઉઠ્યો, 'કૃષ 3'માટે ડબ કરવા પહોંચ્યો. પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા નિર્દેશક અને ઋત્વિકના પિતા રાકેશ રોશને પોતાની ફિલ્મ માટે એક અવાજ આપવાનુ કહ્યુ, હુ માની ગયો અને તે શક્ય બન્યુ.'

P.R

ઋત્વિકની ફ્રેંચાઈજીવાળી ત્રીજી ફિલ્મ 'કૃષ 3'માં તે એક સુપરહીરોની ભૂમિકામાં છે. 2003માં 'કોઈ મિલ ગયા' આવી અને ત્યારબાદ 2006માં કૃષ આવી. હવે 4 નવેમ્બરના રોજ 'કૃષ 3' રજૂ થવાની આશા છે. ફિલ્મમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા, કંગના રાનાવત અને વિવેક ઓબેરોય પણ છે.

આ દરમિયાન બિગ બી ખૂબ જ લોકપ્રિય રિયલીટી ગેમ શો 'કોન બનેગા કરોડપતિ'ના આગામી સીઝનને લોંચ કરવા પણ તૈયાર છે.