એશ્વર્યા સાથે હરીફાઈ નથી - કેટરીના કેફ

વેબ દુનિયા|

IFM
જે ઉત્પાદોની એશ્વર્યા રાય હતી તે કેટરીનાએ છીનવી લીધી. થોડા દિવસો પહેલા ઘણી કંપનીઓએ એશ્વર્યાનો છેડો છોડી કેટરીનાને પકડી છે. જેના કારણે બોલીવુડમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કેટરીના એશ્વર્યાને પાછળ ઘકેલવામાં હોડે લાગી છે. આ પ્રકારના નિવેદનોથી કેટરીના હેરાન છે. તે નથી ઈચ્છતી કે એશ્વર્યાના મનમાં આવી ચર્ચાઓને કારણે કોઈ ગેરસમજ ઉભી થાય.

થોડા દિવસો પહેલા એક મુલાકાત દરમિયાન તેણે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યુ કે એશ્વર્યા પ્રત્યે તેના મનમાં કોઈ દુર્ભાવ નથી. કેટરીનાએ એશને એક મહાન અભિનેત્રી બતાવતા કહ્યુ કે તેણે જે પણ કાંઈ મેળવ્યુ છે તેના મુકાબલે મે કંઈ પણ મેળવ્યુ નથી. આ એક સંયોગની વાત છે કે જે ઉત્પાદોની એશ્વર્યા પહેલા બ્રાંડ એમ્બેસેડર હતી તે પાછળથી તેને મળી ગયા.


આ પણ વાંચો :