જોધા અકબરના વિવાદોથી દુ:ખી એશ્વર્યા  
                                       
                  
                  				  				  										
							
																							
									   '
જોધા અકબર' માં જોધાનુ પાત્ર ભજવનાર એશ્વર્યા રાય ફિલ્મ પર  ઉઠેલા વિવાદોથી નારાજ છે.  એશ્વર્યાનુ માનવુ છે કે જોધાને અકબરની પત્ની બતાવવા પર કોઈ વાંધો ન હોવો જોઈએ કારણકે પહેલા પણ ઘણી ફિલ્મોમાં જોધાને અકબરની પત્ની બતાવવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકરે ફિલ્મ શરૂ કરતા પહેલા ઘણી મહેનત કરી, વિશેષજ્ઞોની સલાહ લીધી, શોધ કરી અને પછી ફિલ્મ શરૂ કરી. ફિલ્મમાં એશ્વર્યા રાયને રાજકુમારી જોઘાની ભૂમિકા ખૂબ જ સરસ રીતે કરી છે, અને જેને માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.  એશ્વર્યાએ કહ્યુ કે શ્રેષ્ઠ અભિનય માટે તેણે ઘણા અભિનંદન સંદેશા મળ્યા છે.