જો આમીર શિક્ષક હોત તો ?

IFM
'તારે જમીન પર'ની સફળતાથી ખુશ થઈ રહેલા આમિર ખાને આ ફિલ્મમાં એક સમજદાર શિક્ષકની ભૂમિકા નિભાવી છે. આ શિક્ષકની ભણાવવાની પધ્ધતિ એકદમ જુદી છે. તેઓ બાળકોને બીવડાવીને-ધમકાવીને ભણાવવાને બદલે પ્રેમ વહેંચવામાં વિશ્વાસ રાખે છે.

જો આમિર અભિનેતા ન હોત તો શિક્ષક હોતા. આમિરના મુજબ તેઓ એક ફિલ્મ શાળા ખોલી બાળકોને ફિલ્મ બનાવવાની જાણકારી આપતા. કદાચ આમિર રામશંકર નિકુંભની જેમ જ બાળકોને ભણાવતા.

સમય તામ્રકર|
આમ તો આમિર ટેનિસના સારા ખેલાડી રહી ચૂક્યા છે અને મહારાષ્ટ્ર તરફથી રમી ચૂક્યા છે. તે પણ શક્ય હતુ કે તેઓ આ રમત દ્વારા પ્રખ્યાત થતા. આમિર અભિનેતા બની ગયા જેને કારણે ટેનિસ જગતને ફાયદો થયો કે નુકશાન તે તમે વિચારો.


આ પણ વાંચો :