દીપિકા-ઈમરાન એક સાથે જોવા મળશે

નઇ દુનિયા|
IFM

દીપિકાએ ઈમરાનના સાથે એક ફિલ્મ સાઈન કરી લીધી છે. બિગ પિક્ચર્સની આથે મળીને આ ફિલ્મના નિર્માણની જવાબદારી કુણાલ કોહલી ઉઠાવી રહ્યા છે. સૂત્રોના મુજબ કુણાલના એક નજીકના મિત્રને આ ફિલ્મનુ નિર્દેશન સોંપવાની શક્યતા છે. અને દીપિકા ઉપરાંત બીજા કલાકારો વિશે નિર્ણય લેવાનો હજુ બાકી છે. અસલમાં આ સમાચાર પર કેટલાક લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે. કારણ એ છે કે થોડા દિવસો પહેલા જ દીપિકા-રણબીરની મૈત્રી તૂટી છે. બીજી બાજુ ઈમરાન ખાન અને કપૂર પાક્કા મિત્રો છે, એટલા ખાસ કે લગભગ રોજ મળે છે.

આ પાક્કી મૈત્રીને જોતા લાગતુ હતુ કે ઈમરાનની સાથે કામ કરવામાં દીપિકા પોતે અસહજ અનુભવી શકે છે. પરંતુ તેણે પર્સનલ ઝગડાને બાજુ પર મુકી ફિલ્મ સાઈન કરી લીધી. માયાનગરીને જાણનારા લોકો મુજબ ફિલ્મી દુનિયામાં કામ કરતા આવુ જ કરવુ યોગ્ય છે. અહી પર્સનલ સંબંધોને પોતાના પ્રોફેશન પર હાવી ન થવા દેવો જોઈએ. દીપિકા એ જ કરી રહી છે.


આ પણ વાંચો :