દુલ્હા મિલ ગયા' માં વરરાજાની ખોટ !

IFM
શાહરૂખ ખાન જ્યારે ફિલ્મોમાં પોતાનુ કેરિયર બનાવવા આવ્યા હતા, ત્યારે વિવેક વાસવાનીએ તેમની મદદ કરી હતી
વિવેક ફિલ્મ નિર્માતા છે અને આ સમયે તેઓ ફરદીન ખાન અને સુષ્મિતા સેનને લઈને 'દુલ્હા મિલ ગયા' બનાવી રહ્યા છે.

ફિલ્મનુ આકર્ષણ વધારવા તેમણે શાહરૂખ ખાનને વિનંતી કરી છે કે તેઓ ફિલ્મમાં નાનો રોલ ભજવી દે. શાહરૂખે વિવેકની આ વિનંતીને સ્વીકારી લીધી.

આ ફિલ્મનુ મોટાભાગનું શૂટિંગ પુરૂ થઈ ચૂક્યુ છે, પણ થોડાક મહિનાઓથી આ ફિલ્મ અટકી પડી છે. કારણ કે શાહરૂખ ખાન આ ફિલ્મનુ શૂંટિગને માટે તારીખ નથી આપી રહ્યા.

શાહરૂખ આ સમયે વધુ વ્યસ્ત તો નથી, પણ આ ફિલ્મ માટે તેઓ સમય કેમ નથી આપી રહ્યા તે નિર્માતા વિવેક વાસવાની ને સમજાતુ નથી. સુષ્મિતા સેન તો મજાકમાં કહે પણ છે કે 'દૂલ્હા મિલ ગયા' ફિલ્મને પૂરી કરવા માટે બસ વરરાજા(દુલ્હા)ની જ ખોટ છે.
વેબ દુનિયા|


આ પણ વાંચો :