ધર્મેન્દ્રની સ્ટાઈલ મારશે સલમાન

વેબ દુનિયા|

IFM
'લંડન ડ્રીમ્સ'માં પોતાના પ્રિય અભિનેતા ધર્મેંન્દ્રની સ્ટાઈલમાં નાચતા જોવા મળશે. ઘર્મેન્દ્રના એક વિશેષ સ્ટેપ્સ છે અને સલમાને આ સ્ટેપ્સને 'મન કો અતિ ભાવે'નામના ગીતમાં લીધા છે.

પેરિસમાં ફિલ્માવેલા આ ગીતમાં અસિનને સલમાન પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. સલમાને જ્યારે ઘર્મેન્દ્રના સ્ટેપ્સને લેવા અંગે કોરિયોગ્રાફર રાજીવ સૂરતીને વાત કરી તો તેઓ તરત જ માની ગયા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘર્મેન્દ્રના સલમાન ખૂબ મોટો પ્રશંસક છે. સલમાનના કહેવાથી જ ઘર્મેન્દ્રએ ટીવી શો 'દસ કા દમ'માં પોતાના પુત્ર સની દેઓલ સાથે ભાગ લીધો હતો.


આ પણ વાંચો :