નો એટ્રી પાર્ટ - 2

નઇ દુનિયા|

N.D
સફળતાથી કોણ ખુશ નથી થતુ. ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ આ હાલ ખૂબ જ ખુશ છે. કારણ કે તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'વોંટેડ'ને સારી એવી સફળતા સાંપડી છે. આ સફળતાથી ઉત્સાહિત થઈને બોની કપૂરે તરત જ પોતાની ફિલ્મ 'નો એંટી'નો આગલો ભાગ બનાવવાની જાહેરાત કરી નાખી. એટલુ જ નહી, તેમને એ પણ જાહેર કર્યુ કે આ ફિલ્મમાં પણ રહેશે. જો કે આમ તો નો એંટ્રીની સિક્વલ બનવાની વાત ક્યારથી જ ચાલી રહી હતી, પરંતુ હવે આ ફિલ્મનુ નામ અને તેના કલાકારોની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે.

હાલ તો આ ફિલ્મ 'બી પોઝીટિવ-નો એટ્રી પાર્ટ 2' તરીકે ઓળખાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મનુ નિર્દેશન અનીસ બજ્મી ને જ સોંપવામાં આવી રહ્યુ છે. જેમણે 'નો એટ્રી'નુ નિર્દેશન કર્યુ હતુ. આ ઉપરાંત તાજેતરમાં આવેલ હિટ ફિલ્મ 'વેલકમ' અને 'સિંગ ઈઝ કિંગ' પણ અનીસે જ બનાવી હતી. એવુ કહેવાય છે કે 'નો એંટ્રી પાર્ટ 2'માં અનીસની સાથે નિર્દેશનમાં મોટાભાગે જૂની ટીમ જ રહેશે. એવુ પણ કહેવાય છે કે આ ફિલ્મમાં બિપાશા બાસુ, લારા દત્તા અને ઈશા દેઓલને હીરોઈન તરીકે લેવામાં આવી રહી છે.


આ પણ વાંચો :