મન્નાડે ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

વેબ દુનિયા|

W.D
જાણીતા ગાયક મન્નાડેને વર્ષ 2007નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. 90 વર્ષીય આ મહાન ગાયકને 21 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ એક સમારંભમાં તેમને સન્માનિત કરશે.

લગભગ 3500 ગીત ગાઈ ચૂકેલા મન્નાડે નો જન્મ 1લી મે 1919ના રોજ થયો. 1950 થી 1970 દરમિયાન તેમનો સુવર્ણકાળ રહ્યો અને આ દરમિયાન તેમણે ઘણા હિટ ગીત ગાયા.

તૂ પ્યાર કા સાગર હૈ, કૌન આયા મેરે મન કે દ્વારે, સુર ના સજે, કસ્મે વાદે પ્યાર વફા, પ્યાર હુઆ એકરાર હુઆ, એ માલિક તેરે બંદે હમ લાગા ચુનરી મે દાગ, પૂછો ન કૈસે મેને રૈન બિતાઈ વગેરે તેમના લોકપ્રિય ગીતો છે.


આ પણ વાંચો :