મારી અને કેટરીનાની કેમેસ્ટ્રી ફિલ્મ સુધી - રણબીર

વેબ દુનિયા|

IFM
હાલ ખૂબ ચર્ચામાં છે. 'વેક અપ સિડ' સફળ રહી. તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ને પણ સારી શરૂઆત મળી છે અને તેમનો અભિનય પણ લોકોને ગમવા માંડ્યો છે.

ફિલ્મોની સાથે સાથે રણબીરના વ્યક્તિગત જીવનની પણ ચર્ચા થઈ રહી છે. કેટરીના કેફ સાથે તેનુ નામ જોડવામાં આવી રહ્યુ છે અને એવુ કહેવામાં આવી રહ્યુ છે કે દીપિકા પાદુકોણ અને તેમની વચ્ચે સંબંધોનો અંત આવ્યો છે. આ વાર્તામાં સોનમને પણ ખેંચવામાં આવી છે, જેની સાથે રણબીરે પોતાના કેરિયરની પ્રથમ ફિલ્મ 'સાવરિયા' કરી હતી.

પોતાની ફિલ્મોની ચર્ચાથી રણબીર ખુશ છે, પરંતુ જ્યા સુધી વ્યક્તિગત બાબતોનો સવાલ છે તો તે આ ચર્ચાઓથી ત્રાસી ગયો છે. તે ચિડાઈને કહે છે કે મીડિયા સાથે વ્યક્તિગત જીવનની વાતચીત કરીને મેં ખૂબ મોટી ભૂલ કરી છે.
કેટરીનાના વિશે રણબીરનુ કહેવુ છે કે 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં કેટ તેમની સહ કલાકાર છે, અને તેના અને કેટરીના કેફની વચ્ચે કશુ જ નથી. તેના મુજબ કેટરીના અને તેની કેમેસ્ટ્રી માત્ર ફિલ્મ સુધી જ સીમિત છે.


આ પણ વાંચો :