લંડન ડ્રીમ્સ

વેબ દુનિયા|

P.R
બેનર : બ્લોકબસ્ટર મૂવીઝ એંટરટેનર્સ
નિર્માતા : આશિન શાહ
નિર્દેશક - વિપુલ શાહ
ગીત - પ્રસૂન જોશી
સંગીત - શકર -એહસાન-લોય
કલાકાર - સલમાન ખાન, , અસિન, ઓમપુરી , રણવિજય સિંહ, આદિત્ય રોય કપૂર, ખાલિદ આઝમી.
મન્નુ (સલમાન ખાન) અને અર્જુન(અજય દેવગન) બાળપણના મિત્રો છે. મિત્રો હોવા છતા તેઓ બંનેના સ્વભાવમાં ઘણુ અંતર છે. માત્ર એક જ સમાનતા જોવા મળે છે અને એ છે બંનેના કુંટુબનો સંગીત સાથે સંબંધ છે.

મન્નુ, બિંદાસ માણસ છે. જીંદગીની એ ભરપૂર મજા માણે છે. છોકરીઓની પાછળ પડવુ અને ખૂબ પીવુ તેને ગમે છે. તે સારો ગાયક છે અને પોતાના મિત્ર અર્જુન પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે.
બીજી બાજુ અર્જુનમાં ઈર્ષા અને ગુસ્સો ભરાયેલો છે. તેથી એ ઈશ્વરથી પણ નારાજ છે. સંગીત જગતમાં પોતાની જુદી ઓળખાણ બનાવવાનુ તેનુ બાળપણથી સપનુ છે, જેને પ્રુરૂ કરવા એ ગમે તે કરી શકે છે.

P.R
પરિવારના નામે અર્જુનના એકમાત્ર કાકા છે, જેને છોડીને એ પોતાનુ સપનુ પુરૂ કરવા લંડન જતો રહે છે. લંડનથી અજાણ અર્જુન ધીરે ધીરે પોતાની ઓળખ બનાવવામાં લાગી જાય છે.
જોહેબ અને વાસિમ નામના બે પાકિસ્તાનીઓની સાથે મળીને અર્જુન પોતાનો એક બૈંડ બનાવે છે. દક્ષિણ ભારતીય છોકરી પ્રિયા (અસિન)પણ તેમના બૈંડ સાથે જોડાય છે જેને અર્જુન મનમાં ને મનમાં પ્રેમ કરે છે.

બીજી બાજુ પંજાબમાં મન્નુ પર દેવુ વધી જાય છે. પૈસા કમાવવા માટે મન્નૂ ગામમાં લગ્ન પ્રસંગે વગાડવામાં આવતા બેન્ડમાં જોડાય જાય છે.
અર્જુન અને મન્નૂની મુલાકાત થાય છે અને અર્જુન તેને પોતાની સાથે લંડન લઈ જાય છે. મન્નુ તેના બેંડ સાથે જોડાય છે. થોડાક જ દિવસોમાં અર્જુનને લાગે છે કે તેણે મન્નુને લંડન બોલાવીને મોટી ભૂલ કરી છે.

મન્નુ તેનાથી વધુ પ્રતિભાશાળી છે, અને ટૂંક સમયમાં જ લોકો તેના દિવાના બની જાય છે. જે મુકામ પર પહોંચવા અર્જુનને વર્ષો લાગી ગયા હતા, એ મન્નુને થોડાક જ દિવસોમાં મળી જાય છે. અર્જુનનો ગુસ્સો અને ઈર્ષા ત્યારે વધી જાય છે જ્યારે પ્રિયા પણ મન્નુ તરફ આકર્ષિત થવા માંડે છે.
મન્નુને બરબાદ કરવા માટે એ એક યોજના બનાવે છે. એ તેને સેક્સ અને ડ્રગ્સની દુનિયામં ધકેલી દે છે. જેથી એ પોતાના માર્ગમાં ભટકી જાય.

P.R
શુ અર્જુન પોતાના ખતરનાક ઈરાદાઓમાં સફળ થશે ?
શુ મન્નુને પોતાના મિત્રની અસલિયતની સમયસર જાણ થશે ?જોવા માટે જુઓ 'લંડન ડ્રીમ્સ'


આ પણ વાંચો :