લોકોનો પ્રેમ જોઈ ભાવવિભોર થઈ માધુરી

IFM
'ધક-ધક' ગર્લ માધુરી દીક્ષિત આ સમયે બચ્ચન ફેમિલીની સાથે 'અનફોરગેટેબલ ટૂર'માં વ્યસ્ત છે અને આ ટૂરનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છે. તાજેતરમાં જ તેમણે લાંસ એજિલ્સ અને સેન ફ્રાંસ્સિકોમાં થયેલ શો માં ભાગ લીધો.

માધુરી જ્યારે સ્ટેજ પર આવીત ઓ તેમના પ્રશંસકોએ તેને વધાવી લીધી. માધુરી પોતાનુ જોરદાર સ્વાગત જોઈને આશ્વર્યમાં પડી ગઈ. તેમને ખબર જ નહોતી કે બોલીવુડથી દૂર રહેવા છતાં દર્શકો તેમને આજે પણ ચાહે છે. માધુરી ડબલ ઉત્સાહથી પરફોર્મ કર્યુ.

વેબ દુનિયા|
માધુરીની સાથે પરફોર્મ કરનારાઓમાં એશ્વર્યા અને પ્રીતિનો પણ સમાવેશ થયો હતો. બંનેની સાથે માધુરી આ પહેલા ફિલ્મ પણ કરી ચૂકી છે. આ ટૂરમાં માધુરી અંતિમ ક્ષણે જોડાઈ હતી. આ ટૂરમાં જોડાતા પહેલા તેણે પોતાના મિત્ર આમિર ખાન સાથે ચર્ચા કરી હતી. તેમના બાળકો હજુ નાના છે, તેથી તેઓ અમેરિકામાં થનારા શો માં જ ભાગ લેશે.


આ પણ વાંચો :