વીણા મલિક હવે સ્વયંવર રચશે !!

વેબ દુનિયા|
P.R
. રાખી સાવંત, રાહુલ મહાજન, રતન રાજપૂત બાદ હવે ટીવી પર સ્વંયવર કરનાર હસ્તીઓમાં વધુ એકનુ નામ જોડાય ગયુ છે. આ નામ છે પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનુ. વીણા મલિકે ઈમેઝીંગ ટીવી પર પ્રસારિત થનાર સ્વંયવર 4માં રજૂ થનાર છે. તેન અનામેન લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટીવી શો સાથે સંકળાયેલ નજીકના સૂત્રોનુ કહેવુ છે કે આ સત્ર માટે વીણાના નામને આખરી ઓપ આપી ચૂકાયો છે. વીણા મલિક ખૂબ જ લોકપ્રિય છે અને તેના વિશે વધારે માહિતી મેળવવા માંગે છે.
વીણા આ શોના કેટલાક ભાગનુ શૂટિંગ પણ કરી ચૂકી છે. ગયા વર્ષે મારફતે ભારતીય ટેલીવિઝનમાં એંટ્રી કરનાર વિણા મલિકનુ નામ અસ્મિત પટેલ સાથે પણ ખૂબ જોડવામાં આવ્ય હતુ. ત્યારબાદ પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી મોહમ્મદ આસિફ સાથે પણ તેના નામની ચર્ચા રહી હતી. વીણા મલિક ભારતીય શો મા નજરે પડતા પાકિસ્તાનમાં તેનો જોરદાર વિરોધ થયો હતો. વીણા મલિક બિગ બોસમાં પ્રવેશી ત્યારે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સંગઠન તેની સામે મેદાનમાં આવી ગયા હતા.


આ પણ વાંચો :