વીણા મલિક 3ડી હોરર ફિલ્મમાં

વેબ દુનિયા|
IFM
પાકિસ્તાનની દિલકશ અભિનેત્રી આ સમયે દક્ષિણ ભાઅતના જંગલમાં એક 3ડી હોરર ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. સ્રુરક્ષા કારણોસર જો કે તેણે એ સ્થાન બતાવવાની ના પાડી દીધી છે. પરંતુ વીણાનું કહેવુ છે કે તે શૂટિંગનો પૂરો આનંદ ઉઠાવી રહી છે.

ફિલ્મ વિશે કંઈક માહિતા આપતા વીણાએ કહ્યુ કે આ એક 3ડી હોરર ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા તેલુગુ ફિલ્મ જગતના જાણીતા નિર્દેશક હેમંત મઘુકર છે.
વીણાએ કહ્યુ, 'અમે લોકો જંગલી ક્ષેત્રમાં શૂટિંગ કરી રહ્યા છે. અહી ન તો આલીશાન હોટલ ક હ્હે ન તો અન્ય કોઈ આરામદાયક વસ્તુ. આ એક 3ડી હોરર ફિલ્મ છે. આ એવી નથી જેવી હિન્દીની 3ડી ફિલ્મો હોય છે. જ્યા 2ડીને 3ડીમાં બદલવામાં આવે છે. હુ આ ફિલ્મમાં ખૂબ જ મહત્વનો રોલ ભજવી રહી છુ.

આ હોરર ફિલ્મમાં વીણાએ પોતાના બધા સ્ટંટ જાતે જ કર્યા છે. વીણાનું કહેવુ છે કે ફિલ્મનુ શૂટિંગ દરમિયાન તે દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વીણા રિયાલિટી શો બિગ બોસના ચોથા ભાગમાં કામ કરીને ઘણી ચર્ચામાં આવી ચુકી છે. તે એ વાતને લઈને ખુશ છે કે તે વાસ્તવિક 3ડી ફિલ્મનો ભાગ બની છે.

વિક્રમ ભટ્ટની 3ડી હોરર ફિલ્મ 'હોંટેડ'થી અનભિજ્ઞ વીણાએ કહ્યુ, 'વાસ્તવમાં પહેલીવાર આ પહેલી 3ડી ફિલ્મ છે, જેનુ શૂટિંગ 3ડી ફોરમેટમાં થઈ રહ્યુ છે. આ ઉપરાંત રા.વનનું શૂટિંગ 2ડી ફોરમેટમાં કરવામાં આવ્યુ હતુ પરંતુ પાછળથી તેને 3ડીમાં બદલવામા આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વીણા મલિક ટેલીવિઝન ચેનલ ઈમેજીન ટીવી પર સ્વંયવર માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પહેલા રાખીનો સ્વંયવર, રાહુલ મહાજન અને રતન રાજપૂતનો સ્વંયવર પણ થઈ ચુક્યો છે.


આ પણ વાંચો :