સલમાને શૂટિંગ રોકાવ્યુ

નઇ દુનિયા|

N.D
આમ તો વિરુધ્ધ ઘણી વાતો સાંભળવા મળે છે પરંતુ તેઓ ઘણીવાર સારા કામ પણ કરે છે. મિત્ર હોય કે સાથી કલાકારો, મદદ કરવા તેઓ હંમેશા તૈયાર રહે છે. ઘણીવાર તો તેમના વાત કરવા માત્રથી ઘણા અટકતા કામ બની જાય છે. તાજેતરનુ જ ઉદાહરણ છે. ફિલ્મ 'વોંટેડ'નુ શૂટિંગ ચાલી રહ્યુ હતુ. આ ફિલ્મનુ ગીત 'જલવા...' માટે ફિલ્મના નિર્દેશક પ્રભુદેવા થોડા જુદા પ્રકારના સીન ફિલ્માવવા માંગતા હતા. આ શૂટિંગ માટે તેમણે જે સ્થાનની પસંદગી કરી હતી, શૂટિંગ ટીમ ત્યા પહોંચી તો ત્યાં જઈને જાણ થઈ કે પહેલાથી જ ત્યાં કોઈ અન્ય ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યુ હતુ.

તપાસ કરતા ખબર પડી કે આ જ સ્થળ ભૂલથી એ ફિલ્મ માટે પણ બુક કરી દેવામાં આવ્યુ હતુ. આ જોઈ પ્રભુદેવાએ એ દિવસનુ શૂટિંગ રદ્દ કરવાનુ નક્કી કર્યુ. સલમાન સુધી આ વાત પહોંચી તો તેમણે જઈને અન્ય ફિલ્મનું શૂટિંગ કરી રહેલ નિર્દેશક સાથે વાત કરી. સલ્લુના કહેવાથી બીજી ફિલ્મના લોકો ત્યાંથી હટવા તૈયાર થઈ ગયા. ત્યારબાદ પ્રભુદેવા પોતાની ફિલ્મનુ શૂટિંગ ત્યાં કરી શક્યા.


આ પણ વાંચો :