હેપી બર્થ-ડે કરીના

વેબ દુનિયા|
IFM

વર્તમાન સમયમાં બોલીવુડની સૌથી ચર્ચિત નાયિકાઓમાંથી એક કરીના કપૂર 21 સપ્ટેમ્બરના રોજ 29 વર્ષની થઈ રહી છે. કરીના 30ની નજીક છે. આ આંકડાને પાર કર્યા પછી હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રીઓનુ કેરિયર લપસવા માંડે છે, પરંતુ કરીના માટે આ સોનેરી સમયગાળો ચાલી રહ્યો છે.
હિટ-ફ્લોપના ગણિતની તેના પર કોઈ અસર થતી નથી. કેરિયરના શરૂઆતમાં તેણે ઢગલો ફ્લોપ ફિલ્મો આપી, પરંતુ તેના કેરિયર પર આની કોઈ અસર ન પડી. મોટા બેનર અને મનપસંદ મહેનતાણું તેને મળતુ રહ્યુ. તેણે પોતાની શરતો પર કામ અને પ્રેમ કર્યો છે. કરણ જોહર જેવા દિગ્ગજ ફિલ્મકારની ફિલ્મને ઠોકર મારતા પણ તે નથી અચકાઈ.

'જબ વી મેટ' પછી તેના કેરિયરમા સુખદ પરિવર્તન આવ્યુ છે. કરીનાની 'થ્રી ઈડિયટ્સ', 'મે ઔર મિસેજ ખન્ના', 'કુરબાન', 'એજંટ વિનોદ' જેવી મોટી ફિલ્મો રજૂ થવાની છે, જે તેના પ્રશંસકોને ગમશે એવો કરીનાનો દાવો છે. ધેન બેસ્ટ ઓફ લક કરીના... એંડ હેપી બર્થડે.


આ પણ વાંચો :