Box office: 500 કરોડને પાર થઈ સંજુ, નવા ગીતમાં ફરી છવાયા રણવીર

Last Modified શનિવાર, 14 જુલાઈ 2018 (14:40 IST)
29 જૂનના રોજ રજુ થયેલ સંજૂના બ્લોકબસ્ટર હોવાને કારણે આ ફિલ્મમાં અને વિક્કી કૌશલની શાનદાર રજુઆત છે. આ ફિલ્મ રણવીર કપૂરની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ બનવાના નિકટ છે.
આશ્ચર્યની વાત એ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મએ રજુઆતના પહેલા જ અઠવાડિયે 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી. આ ઉપરાંત સંજુએ ત્રીજા અઠવાડિયાના અંત સુધી 300 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો અડી લીધો. હવે આ ફિલ્મએ દુનિયાભરમાં કમાણીનો એક નવો રેકોર્ડ સુધી પહોંચી ગયા છે. સંજુએ દુનિયાભરમાં રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મની રિપોર્ટને શેયર કરી છે. તરણે સંજૂની આ કમાણીને ડ્રીમ રન બતાવી છે. આ ખરેખર રાજકુમાર હિરાની અને રણવીર કપૂર માટે એક સપનુ સાચુ થવાથી ઓછુ નથી. સતત અનેક ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહી. સંજુની દુનિયાભરની કમાણીના આંકડા શેયર કરતા લખ્યુ - બે અઠવાડિયા પછી, ગ્લોબલ બોક્સ ઓફિસ પર સંજૂની કમાણી 500 કરોડને પાર. જુઓ કેટલી થઈ કમાણી

ઈંડિયન નેટ બોક્સ ઓફિસ - 295.18 કરોડ
ઈંડિયન ગ્રોસ બોક્સ ઓફિસ - 122 કરોડ
દુનિયાભરમાં ગ્રોસ કલેક્શન - 500.43 કરોડ

આ ઉપરાંત દેશભરમાં 2100 સ્ક્રીન્સથી વધુ પર રજુ થયેલ સંજુની દેશભરમાં કમાણીની વાત કરીએ તો ફિલ્મની કલેક્શન રિપોર્ટ આ રીતની છે.

પ્રથમ અઠવાડિયુ - 2012.51 કરોડ
બીજા અઠવાડિયે - 92.67 કરોડ રૂપિયા
કુલ કમાણી - 295.18 કરોડ રૂપિયા

આ રીતે સંજૂ ભારતીય બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટ ફિલ્મ સાબિત થઈ છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનુ તાજેતરમાં એક ગીત પણ રજુ થયુ છે. આ ગીતને રણવીર અને ફિલ્મમાં વિક્કી કૌશલની ગર્લફ્રેંડનુ પાત્ર ભજવનારી કરિશ્મા તન્ના પર ફિલ્માવ્યુ છે. આ ગીતને લખ્યુ છે ઈરશાદ કામિલે. આ ગીતને યુટ્યુબ પર એક લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.


આ પણ વાંચો :