રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 3 જુલાઈ 2021 (13:00 IST)

Aamir Khan Kiran Rao Divorce: બીજી પત્ની કિરણ રાવથી છુટાછેડા લઈ રહ્યા છે આમિર ખાન, 15 વર્ષના લગ્ન તોડવા પર કરી આ વાત

Aamir Khan Kiran Rao Divorce: બોલીવુડ અભિનેતા આમિર ખાને બીજી પત્ની કિરણ રાવથી ડાયવોર્સ લેવાનુ એલાન કર્યુ છે. આમિર ખાન અને કિરણ રાવે પોતાના છુટાછેડાના સમાચાર શેયર કરતા એક જોઈંટ સ્ટેટમેંટ રજુ કર્યુ છે. આમિર અને કિરણના ડાયવોર્સના સમાચાર ફેન્સ માટે ખૂબ શોકિંગ છે.  આમિર અને કિરણે 15 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમણે કહ્યુ કે અમારા વ્યવસાયિક રિલેશન કાયમ રહેશે. આ ઉપરંત અમે અમારા બાળકનુ  પાલન પોષણ પણ સાથે મળીને કરીશુ. 
 
આમિર ખાન-કિરણ રાવનુ જોઈંટ સ્ટેટમેંટ 

 
આમિર ખાન અને કિરણ રાવે પોતાના સ્ટેટમેંટમાં લખ્યુ, આ 15 સુંદર વર્ષમાં અમે એક સાથે જીવનભરના અનુભવ, આનંદ અને ખુશીને શેયર કર્યા છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમથી વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીશુ.  પતિ-પત્નીના રૂપમાં નહી, પરંતુ સહ માતા-પિતા અને પરિવારના રૂપમાં. અમે થોડા સમય પહેલા એક જુદો થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવી રહ્યા છીએ.