શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (16:37 IST)

પિતાની આલોચના પર આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમીએ ઈશા ગુપ્તાને 'વેશ્યા' નું સંબોધન કર્યુ

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના એમએલએ અબુ આઝમી દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને આપેલ વિવાદિત નિવેદન પર સોશિયલ મીડિયામાં અને ફિલ્મી ગલિયારામાં ખૂબ પ્રતિક્રિયાઓ આવી છે. પણ આ મામલે હવે અબુ આઝમીના પુત્ર અને એક્ટ્રેસ આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમીએ એક્ટ્રેસ ઈશા ગુપ્તાને ખરી ખોટી સંભળાવી છે. ઈશા ગુપ્તાએ ટ્વિટર પર અબુ આઝમીના નિવેદનની નિંદા કરી. ફક્ત ઈશા જ નહી પણ ફરહાન અખ્તર, વરુણ ધવન, સ્વરા ભાસ્કર, તાપસી પન્નૂ વગેરેએ પણ આ નિવેદનની નિંદા કરી. પણ તેના બદલે અબુ આઝમીના પુત્ર ઈશા ગુપ્તા પર જ ભદ્દી ટિપ્પણી કરી દીધી છે. 
 
નવા વર્ષના જશ્ન દરમિયાન બેંગલ્રુરૂમાં અનેક મહિલાઓ સાથે છેડછાડની ઘટના સામે આવી. તેના પર આઝમીએ નિવેદન આપ્યુ, 'અબુ આઝમીએ પોતાના નિવેદનમાં કહ્યુ, જો ક્યાક પેટ્રોલ હશે અને આગ આવશે તો આગ તો લાગશે જ. ખાંડ પડી તો કીડીઓ તો ત્યા જરૂર આવશે. જો મારી બહેન-પુત્રી સૂરજ ડૂબ્યા પછી પણ પારકા પુરૂષો સાથે 31 ડિસેમ્બર મનાવે  અને તેમનો ભાઈ કે પતિ તેમની સાથે નથી તો આ ઠીક નથી. 
 
આગળ તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે અર્ધનગ્ન પોશાકમાં મોડી રાત સુધી પાર્ટી કરવી અને આંખ બંધ કરીને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવા જેવી છે. આ ક્યારેય આપણી સંસ્કૃતિ નથી રહી.  સારા ઘરની સ્ત્રીઓ ભલે તે મહારાષ્ટ્ર હોય ગુજરાત હોય કે ઉત્તરપ્રદેશનીહોય તે શાલીન પોશાક જ પહેરે છે અને મોટાભાગે પોતાના પરિવારની સાથે હોય છે. આઝમીના આ નિવેદન પછી ફિલ્મ ઈંડસ્ટ્રીના અનેક કલાકારોએ નિવેદન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. 
 
તેના પર એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ ટ્વીટ કર્યુ, 'ફક્ત એ મહિલા પર આરોપ લગાવવો જોઈએ કે પછી એ મહિલાએ પોતાના પર આરોપ લગાવવો જોઈએ જેમણે અજાણતા અબુ આઝમી જેવા વ્યક્તિને જન્મ આપ્યો.  આટલુ જ નહી ઈશાએ થોડા સમય પછી એક વધુ ટ્વીટ કરીને કહ્યુ, મને નથી લાગતુ કે આનો સંબંધ ધર્મથી છે. આપણો ધર્મ નથી કહેતો કે આપણે શુ પહેરવુ જોઈએ પણ નાનકડા વિચાર ધરાવતા વ્યક્તિ આવુ નક્કી કરે છે. 
 
ઈશાના આ ટ્વીટ પછી અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમીએ ટ્વીટ કર્યુ, 'તન વેચીને બે રોટલી જે કમાવે તેને આપણે વેશ્યા નામ આપીને જલીલ કરીએ છીએ. બીજી બાજુ શરીરનુ પ્રદર્શન કરી કરોડો કમાનારાઓને સન્માનિત ઈશા ગુપ્તા, કેમ ? 
 
તન વેચીને બે રોટલી જે કમાવે તેને આપણે વેશ્યા નામ આપીને જલીલ કરીએ છીએ. બીજી બાજુ શરીરનુ પ્રદર્શન કરી કરોડો કમાનારાઓને સન્માનિત.. આ ઉપરાંત ફરહાને ટ્વીટ કર્યુ, મહિલાઓને આર્ટની આડમાં ક્યારેક તંદુરી મુરગી તો ક્યારેક ઝંડૂ બામ કહેવમાં આવે છે.  એ ગીત પર સોસાયટીના શુભચિંતક વિદેશી દારૂની ચુસ્કીયો લે છે.. ત્યારે ? 
 
અબૂ આઝમી પહેલા પણ મહિલાઓ સાથે સંબંધિત આ પ્રકારના નિવેદન આપી ચુક્યા છે. 3 વર્ષ પહેલા તેમણે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવનારી મહિલાઓને ફાંસીની સજા આપવાની વાત કરી હતી. જો કે આ વખતે ફરી અબુ આઝમીએ પોતાના નિવેદને તોડી-મરોડીને  બતાવવાનો આરોપ લગાવ્યો છે.