સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 25 એપ્રિલ 2024 (14:53 IST)

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

મહારાષ્ટ્ર સાઈબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટેબાજી એપ્લિકેશનની એક સહાયક એપના પ્રચારના પ્રક્રિયામાં નોટિસ મોકલી છે. ફેયરપ્લે એપ પર આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં તમન્ના ભાટિયા (Tamanna Bhatia) ને સાક્ષીના રૂપમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી.  જેનાથી વાયાકોમને કરોડો રૂપિય આનુ નુકશાન થયુ.  તેણે 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાઈબરની સામે રજુ થવા માટે કહેવામાં આવ્યુ છે.  મહારાષ્ટ્ર સાઈબર સેલ આ મામલે ગાયક બાદશાહ અને જૈકલીન ફર્નાંડીઝને પણ આ મામલે વાત કરી  ચુકી છે. 
 
આ સંબંધમાં અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે તેમની સમક્ષ હાજર થયો ન હતો. તેના બદલે તેણે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે તે તારીખે તે ભારતમાં ન હતો.
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સાઈબર સેલે વાયકૉમની ફરિયાદ પર ફેયર પ્લે એપ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.  તમન્નાએ ફેયર પ્લેનુ પ્રમોશન કર્યુ હતુ.  સાઈબર પોલીસ ભાટિયાને સમજાવવા માંગે છે કે છેવટે તેમણે ફેયર ફ્લેના પ્રમોશન કરવા માટે કોનો સંપર્ક કર્યો.  કેટલુ પેમેંટ થયુ. કોણે કર્યુ. આદિ.વાયકોમે ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેયર ફ્લેએ આઈપીએલ 2023 ની સ્ક્રીનિંગ ગેરકાયદેસર રીતે કર્યુ અને તેને કારણે તેમને નુકશાન થયુ.